જુગારના દરોડાના વિવાદ બાદ એસપી દ્વારા તપાસનો આદેશ
દસાડા તાલુકાના દેગામમાં
પોલીસ વડાએ ધ્રાંગધ્રા ડીવાયએસપીને તપાસ સોંપી બોડીવોર્ન કેમેરાનું રેકોર્ડિંગ મંગાવ્યું
સુરેન્દ્રનગ - દસાડા તાલુકાના દેગામ ગામે બજાણા પોલીસે કરેલી જુગાર રેડ બાદ ઘરમાં કરેલ તોડફોડના આક્ષેપ બાદ સુરેન્દ્રનગર પોલીસ વડાએ ધ્રાંગધ્રા ડી.વાય.એસપીને તપાસ સોંપી બોડીવોર્ન કેમેરાનું રેકોર્ડિંગ મંગાવ્યું છે.
દેગામ ગામમાં બજાણા પોલીસની રેડ કરી પીઆઇ એમ.બી.બાંભવાએ પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા. ત્યાર બાદ બાજુના ઘરમાં તોડફોડ કરી મકાન માલિકની સાથે તેની પત્ની અને પુત્રની હાજરીમાં અભદ્ર વર્તન કર્યાનો મકાન આક્ષેપો થયા હતા. જે અંગે મકાને માલિકે ફરિયાદ કરતા સુરેન્દ્રનગર પોલીસવડાએ આ કેસની તપાસ ધ્રાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપીને સોંપીને તાત્કાલિક રિપોર્ટ મંગાવ્યો છે. બીજી તરફ પોલીવડાએ દેગામના જુગારની રેડ સમયના પોલીસને આપેલા બોડી વોર્ન કેમેરાનું રેકોડિંગ પણ પી.આઇ.પાસે મંગાવ્યું છે ત્યારે હાલ બજાણા પોલીસે કરેલી વિવાદાસ્પદ કામગીરી મામલે કડક કાર્યવાહી શરૃ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.