Get The App

સુરતથી શ્રમિકોને વતન મોકલનાર સોનુ સૂદના જન્મદિવસની ઉજવણી કરાઈ

સોનુની તસવીરવાળું માસ્ક પહેરી ડિસ્ટનસિંગ સાથે નાના બાળકોને સાથે રાખી સેલિબ્રેશન વિડીયો કોલ થી નીહાળ્યું

Updated: Jul 31st, 2020

GS TEAM

Google News
Google News
સુરતથી શ્રમિકોને વતન મોકલનાર સોનુ સૂદના જન્મદિવસની ઉજવણી કરાઈ 1 - image

(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરુવાર

લોકડાઉન દરમ્યાન બોલીવુડ સ્ટાર સોનુ સૂદ જે રીતે પરપ્રાંતી શ્રમિકોની મદદ માટે સામે આવ્યા હતા જેમાં સુરત પણ બાકાત નથી. ત્યારે સુરતમાં વસેલા યુવાઓ દ્વારા તેમને અભિવાદન કરવા તેમનો જન્મદિવસ કેક કાપીને ઉજવવામાં આવ્યો હતો.

પરપ્રાંતીય શ્રમિકોને લોકડાઉનમાં તેમના વતન મોકલવા માટે વધુ પ્રખ્યાત થયેલા સોનુ સુદ સુરતમાં રહેતા પરપ્રાંતીઓની વ્હારે પણ આવ્યા હતા. જેથી તેમના ચાહકોએ સોનુ સુદની તસ્વીરવાળું માસ્ક પહેરીને નાના બાળકો સાથે સોશ્યલ ડિસ્ટનસિંગ રાખી કેક કાપી હતી. અને આ ઉજવણી વીડિયો કોલિંગ થી સોનુ સુદે પોતે લાઈવ જોઈ હતી.

વળી સાડીઓ માટે વિશ્વભરમાં જાણીતા સુરતના યુવાનોઓએ ખાસ સાડી ડિઝાઇન કરાવી છે..જેમાં ખાસ સ્લોગન ' જિસે ઘર જાના હૈ સોનુ ભાઈ કો બતાના હૈ..' લખવામાં આવ્યું છે. લાચાર પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન મોકલ્યા હતા તેના તમામ દ્રશ્યો સાડી ઉપર બનાવવામાં આવેલા સુદના ચહેરા ઉપર નજર આવે છે.

સાડી બનાવનાર હર્ષ એ જણાવ્યું કે, સોનુ સોદે સુરતના પણ પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન મોકલ્યા હતા તેના તમામ દ્રશ્યો સાડી ઉપર બનાવવામાં આવેલા સૂદના ચહેરા ઉપર નજર આવે એ રીતે બનાવવામાં આવી છે. આ સિવાય લોકડાઉનના સમયે મદદ વખતની તેમની અલગ અલગ ઘટનાઓને આવરી લઈને માસ્ક પણ બનાવવામા આવ્યા છે.

Tags :