Get The App

ચોટીલાની સત્યજીવન હોસ્પિટલનું સોનોગ્રાફીનું રજીસ્ટ્રેશન કાયમી રદ

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
ચોટીલાની સત્યજીવન હોસ્પિટલનું સોનોગ્રાફીનું રજીસ્ટ્રેશન કાયમી રદ 1 - image

બે સંચાલક, બે ડોક્ટર સામે ફોજદારી કાર્યવાહીનો આદેશ

ચોટીલા ડેપ્યુટી કલેકટરના ચેકિંગમાં ગેરરીતિઓ સામે આવતા સોનોગ્રાફી મશીન સીલ કર્યા બાદ પગલાં ભરાયા

સુરેન્દ્રનગરચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા દ્વારા ગત તા.૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ચોટીલા શહેરી વિસ્તારમાં આવેલ સત્યજીવન સાર્વજનિક હોસ્પીટલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન તપાસ કરતા અનેક ગેરરીતિઓ સામે આવતા હોસ્પીટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું.

સોનોગ્રાફી મશીન સીલ કર્યા બાદ આ અંગેનો કેસ ચલાવી સોનોગ્રાફી કરવા આવતા ડોકટરો તેમજ હોસ્પીટલના સંચાલકોના નિવેદનો લઈ હોસ્પીટલના સંચાલકોને કારણદર્શક નોટીસ આ૫વામાં આવી હતી અને કેસ ઠરાવ ૫ર લેવામાં આવ્યો હતો. જે કેસની જીણવટપૂર્વક તપાસ કરતા હોસ્પીટલના સંચાલકો તેમજ ગાયનોલોજીસ્ટ ડોકટર દ્વારા નિયમો તેમજ હાઈકોર્ટની ગાઇડલાઈનનુ પાલન નહી કર્યું હોવાનું સામે આવતા હોસ્પીટલના સોનોગ્રાફી મશીનનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરવાનો અને સત્યજીવન હોસ્પીટલના સંચાલક (૧) રાજેશભાઇ ગગાભાઇ ગોજીયા (૨) વૈશાલીબેન સતિષભાઇ જાડેજા હોસ્પીટલમાં સોનોગ્રાફી કરવા આવતા (૩) ડો.ભવદી૫ ગંભીરદાન ગઢવી અને ડો.ગૌતમ ચંદુભાઇ ગવાણીયા સામે ચોટીલા કોર્ટમાં કેસ દાખલ કરવા ચોટીલા મામલતદારને હુકમ કર્યો છે.