૨૫ લાખનું સોનુ પડાવી લેનારા સોનીની આગોતરા અરજી રદ
પુત્રના લગ્ન માટે દાગીના બનાવવા ૨૨ તોલા સોનુ આપ્યું હતુ
વડોદરા : પુત્રના લગ્ન માટે દાગીના બનાવવા માટે ડોક્ટરે સોનીને ૨૨ તોલા સોનુ અને અઢી કિલોની ચાંદીની ઇંટ આપી હતી, પરંતુ સોનીએ દાગીના બનાવી આપ્યા ન હતા વિશ્વાસઘાત કરતા આ બનાવ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ બનાવમાં પોલીસ ધરપકડ ટાળવા માટે સોનીએ આગોતરા જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી રદ કરી હતી.
કેસની વિગત એવી છે કે, જૂના પાદરા રોડ અર્થ બંગ્લોઝમાં રહેતા ડો.
કૈલાસભાઇ હીરાલાલ અગ્રવાલે તેમના પુત્ર
રિષભના લગ્ન હોઇ આજવા રોડ પર જ્વેલર્સની દુકાન ચલાવતા વિશાલ સોનીને મળ્યા હતા અને
તેને દાગીના બનાવવા માટે તા. ૦૬ - ૦૧ - ૨૦૨૪ ના રોજ સોનાનું બિસ્કિટ, બંગડીઓ,કડુ, નેકલેસ સહિત ૨૨તોલા ઉપરાંતના વજનનુ ગોલ્ડ,
ચાંદીની અઢી કિલોની ઇંટ આપી હતી.
વેપારીએ તે દાગીના બનાવી આપસે તેવી ખાતરી આપી હતી, જો
કે, ત્યાર બાદ તેણ માત્ર ે સોનાની બે વીંટી, મંગળસૂત્ર આપ્યા હતા અને બીજા દાગીના ન આપતા આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ
કરવામાં આવી હતી. ફરિયાદીએ આરોપીના ભાઇનો સંપર્ક કરતા તેણે દાગીના તેમના ભાઇએ
બેંકમાં ગીરવે મુક્યાં હોવાનું જણાવ્યું હતું. આ બનાવમા પોલીસ ધરપકડ કરશે તેમ
જણાતા વિશાલ સોનીએ આગોતરા જામીન અરજી મુકતા તે અરજી કોર્ટે રદ કરી હતી.