Get The App

દાગીના બનાવવા આપેલું ૨૫ લાખનું સોનુ અને ચાંદી પડાવી લેતો સોની

૨૨ તોલા સોનુ અને અઢી કિલોની ચાંદીની ઇંટ સોનીને દાગીના બનાવવા માટે આપ્યા હતા

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
દાગીના બનાવવા આપેલું ૨૫ લાખનું  સોનુ અને ચાંદી પડાવી લેતો સોની 1 - image

વડોદરા,ડોક્ટરે પુત્રના લગ્ન માટે દાગીના બનાવવા માટે સોનીને આપેલા સોના ચાંદી સોનીએ પડાવી લીધા હતા. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂના પાદરા રોડ અર્થ બંગ્લોઝમાં રહેતા ડો. કૈલાસભાઇ  હીરાલાલ અગ્રવાલ ૨૬ વર્ષથી ઇન્ડસ્ટ્રિયલ ફિજિશિયન તરીકે પ્રેક્ટિસ કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૨૭ - ૦૧ -૨૦૨૪ ના રોજ મારા દીકરા રિષભના લગ્ન હોઇ તેની વહુ માટે નવા દાગીના બનાવવાના હતા. મારા ઘરે બ્યૂટિ  પાર્લરનું કામ કરવા આવતા કલ્પનાબેન  પાટિલે અમને કહ્યું હતું કે, આજવા રોડ કાન્હા ડ્રીમ્સમાં અંબે જ્વેલર્સ નામની દુકાન ચલાવતા વિશાલ સોનીનો રેફરન્સ આપ્યો હતો. જેથી, હું તથા મારી પત્ની  તા. ૦૬ - ૦૧ - ૨૦૨૪ ના રોજ સોનાનો બિસ્કિટ, બંગડીઓ,કડુ, નેકલેસ સહિત ૨૨તોલા ઉપરાંતના વજનનુ ગોલ્ડ, ચાંદીની અઢી કિલોની ઇંટ વિશાલ સોનીને આપ્યા હતા. તેઓએ મને એવો વિશ્વાસ આપ્યો કે, લ્ગન પહેલા ૧૫ મી જાન્યુઆરીએ હું દાગીના બનાવીને આપી દઇશ. ૨૫ મી જાન્યુઆરીએ રાતે ૧૦ વાગ્યે તેઓ અમારા ઘરે આવીને સોનાની બે વીંટી, મંગળસૂત્ર આપી ગયા હતા અને બીજા દાગીના કાલે સવારે આપી દઇશ તેવું કહ્યું હતું.

 બીજા દિવસે મારા દીકરાની રીંગ સેરેમનીમાં આવીને તેઓએ  કહ્યું કે, મારા પિતાએ ભૂલથી તમારા દાગીના લોકરમાં મૂકી દીધા હોઇ તમને આપી દઇશ. બે દિવસ રજા  હોઇ દાગીના વગર જ મારા દીકરાના લગ્ન પૂરા કર્યા હતા. બીજા દિવસે મારી પુત્રવધૂના ગૃહ પ્રવેશ ટાણે ચાંદીના વાસણો આપી ગયા હતા. ત્યારબાદ કોઇ દાગીના પરત આપ્યા નહતા. સોનીના ભાઇ વિપુલભાઇનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, મારા મોટા ભાઇ વિશાલભાઇએ તમારા દાગીના કોસમોસ કેપ્રી ગોલ્ડ લોનમાં ગીરવે મૂકી દીધા છે. વિશાલ સોનીએ ૨૫.૮૦ લાખના સોના ચાંદી  દાગીના બનાવવા માટે  લઇ પડાવી લીધા હતા.

Tags :