'ગોતી લો...', અમેરિકામાં PM મોદીના કાર્યક્રમમાં આદિત્ય ગઢવીએ કર્યું જોરદાર પરફોર્મ, જુઓ VIDEO
Aditya Gadhvi At Modi And America Programme : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. તેઓ આજે ન્યુયોર્કમાં ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધી રહ્યા છે, ત્યારે લોંગ આઇલેન્ડમાં આયોજિત 'મોદી એન્ડ અમેરિકા' નામના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો એકઠા થયા છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતી ગાયક આદિત્યા ગઢવી, એશ્વર્યા મજમુદાર સહિત ગુજરાત અને ભારતના અનેક કલાકારે જોરદાર પરફોમન્સ આપ્યું હતું.
આદિત્યે 'ગોતી લો... ગોતી લો...' ગીત ગાવાથી લોકો ઝૂમી ઉઠ્યા
અમેરિકામાં વડાપ્રધાન મોદીના પ્રવાસ દરમિયાન આયોજિત મોદી એન્ડ અમેરિકા કાર્યક્રમમાં આદિત્ય ગઢવીએ 'ગોતી લો... ગોતી લો...' ગીત ગાવાથી લોકો ઝૂમી ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત સહિતના અનેક કાલકારોએ વડાપ્રધાન મોદીના સંબોધન પહેલા પરફોમન્સ આપ્યું હતું. આ સાથે કાર્યક્રમમાં ગાયિકા ચંદ્રિકા ટંડનના નેતૃત્વમાં વિદેશી સંગીતકારોના એક ગ્રુપે દ્વારા વંદેમાતરમ્ ગીત ગાવામાં આવ્યું હતું.
500 થી વધુ કલાકારો પરફોર્મ કર્યુ
આ કાર્યક્રમ પહેલાં નાસાઉ કોલિઝિયમમાં ઘણી એક્ટિવિટી જોવા મળી હતી. અહીં વિવિધ ભાષામાં 'વેલકમ મોદી' પોસ્ટરો લઈને ભારતીય સમુદાયના લોકો એકઠા થયા હતા. કલાકારોએ સ્થળ પર વિવિધ પરંપરાગત ભારતીય નૃત્ય શૈલીઓ પણ રજૂ કરી હતી. કાર્યક્રમ દરમિયાન 500 થી વધુ કલાકારો પરફોર્મ કર્યુ હતું.