Get The App

પિતાએ ઠપકો આપતા પુત્ર ઘર છોડીને જતો રહ્યો

રિક્ષામાં બેસીને રેલવે સ્ટેશન ગયો હોવાનું તપાસમાં બહાર આવ્યું

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News
પિતાએ ઠપકો આપતા પુત્ર ઘર છોડીને જતો રહ્યો 1 - image

વડોદરા,એરફોર્સ જવાને ૧૪ વર્ષના  પુત્રને ઠપકો આપતા તે ઘર છોડીને જતો રહ્યો હતો. હરણી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કિશોરની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, એરફોર્સ જવાને પોતાના ૧૪ વર્ષના  પુત્રને ઠપકો આપતા તે ઘર છોડીને જતો રહ્યો  હતો. મોડીરાત સુધી ઘરે પરત નહીં આવતા માતા, પિતાએ તેની શોધખોળ શરૃ કરી હતી. પંરતુ, કોઇ ભાળ મળી નહતી. છેવટે હરણી પોલીસને જાણ કરવામાં આવતા  પોલીસે તપાસ  હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા ૧૪ વર્ષનો કિશોર રિક્ષામાં બેઠો હોવાનું દેખાયું હતું. રિક્ષા ચાલકને શોધી તપાસ કરતા તેણે કિશોરને રેલવે સ્ટેશન ઉતાર્યોે  હોવાનું કહ્યું હતું. જેથી, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કિશોર ઘરેથી ૫૦૦ રૃપિયા લઇને ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે.

Tags :