સુરતના સચિનમાં કળિયુગી પુત્રનું કૃત્ય: પ્રેમ સંબંધની શંકાએ પિતાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા
Surat Crime News : સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક સગીર પુત્રએ પોતાના પિતાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. પુત્રને શંકા હતી કે તેના પિતાને પાડોશમાં રહેતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે, અને આ જ શંકા છેલ્લા ઘણા સમયથી પિતા-પુત્ર વચ્ચે ઝઘડાનું કારણ બની હતી.
મૃતક પોતાના પરિવાર સાથે પાલી ગામમાં રહેતા હતા. શંકાના આધારે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું અને આખરે પુત્રએ પિતા પર જીવલેણ હુમલો કરીને સગા પિતાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ સચિન જી.આઈ.ડી.સી. પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.
પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે સગીર પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.