Gujarat

ખારઝાપા વિસ્તારમાં જમાઈએ સાસુ અને સસરાની હત્યા કરી

By GS TEAM
5 Jul 20251 min read
ખારઝાપા વિસ્તારમાં જમાઈએ સાસુ અને સસરાની હત્યા કરી

- મહુવા પંથકમાં ડબલ મર્ડરના બનાવથી ખળભળાટ

- તિક્ષ્ણ હથિયારો વડે દંપતિની હત્યા કરી આરોપી ફરાર, પોલીસ કાફલો ઘટના સ્થળે

ભાવનગર/મહુવા : મહુવા શહેરના ખારઝાપા વિસ્તારમાં આજે રાત્રિના દંપતિની હત્યાની ઘટના ઘટી છે. જમાઈએ તેના સાસુ-સસરાની હત્યા કરી ફરાર થયો છે. બનાવની જાણ થતાં મહુવા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

બનાવની મળતી વિગતો અનુસાર મહુવા શહેરના ખારઝાપા વિસ્તારમાં રમેશભાઈ વીરાભાઈ ડોણાશીયા અને તેમના પત્નિ ભારતીબેન ડોણાશીયાની આજે સાંજે ૮ કલાકના અરસામાં તેમના જમાઈ અજય રાજુભાઈ ભીલે કોઈ અણબનાવ બાબતે તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. હત્યાને અંજામ આપી આરોપી ફરાર બન્યો હતો. જ્યારે બનાવની જાણ થતાં મહુવા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બીજી તરફ પોલીસે દંપતિના મૃતદેહનો કબ્જો લઈ પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. હત્યાના બનાવને પગલે લોકોના ટોળે-ટોળા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હત્યાને અંજામ આપનારા જમાઈને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.