app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

દીકરો કસ્ટમ વિભાગમાં ઉંચા હોદ્દા પર છે કહીને લગ્ન કરાવ્યા, લગ્ન બાદ ખબર પડી પતિ ઢોર ચરાવે છે

સાસરિયાઓના ત્રાસથી કંટાળીને યુવતીએ જે તે સમયે ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો

યુવતીને ગર્ભ રહ્યો ત્યારે તેના પતિને પરિણીત અને અપરિણીત સ્ત્રીઓ સાથે અફેર હોવાની જાણ થઇ

Updated: Sep 1st, 2023


અમદાવાદઃ શહેરમાં સાસરિયાઓ દ્વારા પરીણિતાઓને હેરાન કરવાના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. દહેજની માંગણીથી લઈને આડા સંબંધો સુધીની બાબતોની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. યુવતીનું લગ્ન માટે માંગુ લઈને સાસરિયાઓ આવ્યા હતાં ત્યારે તેમનો પુત્ર કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં ઉંચા હોદ્દા પર હોવાનું કહી યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. યુવતીએ લગ્ન કર્યા બાદ જાણ થઇ હતી કે તેનો પતિ તો એક પોર્ટ ખાતે ગાર્ડની નોકરી કરી ઢોર ચરાવવાનું કામ કરે છે. સાસરિયાઓ લગ્ન બાદ યુવતીને ઘરકામને લઈને હેરાન પરેશાન કરી નાંખી હતી અને પિયરમાંથી ફોન આવતાં વાત પણ નહોતા કરવા દેતા. જેથી યુવતીએ કંટાળીને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. 

યુવતીએ ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં વસ્ત્રાપુર ફાટક પાસે રહેતી 26 વર્ષીય યુવતીએ પાંચ વર્ષ પહેલાં ગીર સોમનાથમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા સાસરિયાઓએ તેમનો દીકરો વેરાવળમાં કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં ઉંચા હોદ્દા પર નોકરી કરતો હોવાનું જણાવી લગ્ન કરાવ્યા હતા. યુવતીએ લગ્ન કર્યા પછી અઠવાડિયામાં જ તેનો પતિ તો વેરાવળના બંદર ખાતે ગાર્ડની નોકરી કરી ઢોર ચરાવવાનું કામ કરતો હોવાની જાણ થઇ હતી. યુવતીના સાસરિયાઓએ ખોટુ બોલી તેમના દીકરાના લગ્ન કરાવ્યા ત્યાં સારા માંગા આવતા હતા પણ તું ભટકાઇ કહીને યુવતીને મહેણાં મારવાનું શરૂ કર્યું હતું. યુવતીને તેના પિયરજનો ફોન કરે તો તારા ઘરેથી ફોન બહુ આવે છે જેથી ઘરકામમાં ધ્યાન નથી રહેતું કહીને પતિએ ફોન લઇ લીધો હતો. આ પ્રકારના ત્રાસથી કંટાળીને યુવતીએ જે તે સમયે ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 

મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ઘરમાં સમાધાન થયા બાદ થોડા સમય બાદ યુવતીને ગર્ભ રહ્યો ત્યારે તેના પતિને પરિણીત અને અપરિણીત સ્ત્રીઓ સાથે અફેર હોવાની જાણ થઇ હતી. પતિ સાથે વાત કરતા તેને માર મારી પ્રેમિકાના ફોન ઉપાડીશ તો મારી નાખીશ તેવી પતિએ ધમકી આપી હતી. જ્યારે યુવતીએ દીકરીને જન્મ આપ્યો ત્યારે સાસરિયાએ ત્રાસ આપ્યો હતો. સાસરિયાએઓ યુવતીને તારા પિતાના ઘરે જતી રહે નહીં તો ક્યાંક ફેંકી દઇશું તો ગામના કોઇને ખબર પણ નહિ પડે તેવી ધમકી આપી માર મારતા યુવતીએ નવા બંદર પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ સાસરિયાઓનો ત્રાસ વધતાં તેણે મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 


Gujarat