Get The App

પુત્રે કોલ કર્યો, ડેડી ચિંતા ના કરતા, હું ફ્લાઇટમાં બેસી ગયો છું

બે દિવસ પહેલા સગાઇ કરનાર પુત્ર માટે પિતાએ ત્રીજો બંગલો લેવા બાનાખત પણ કર્યુ હતું

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
પુત્રે કોલ કર્યો, ડેડી ચિંતા ના કરતા, હું ફ્લાઇટમાં બેસી ગયો છું 1 - image

વડોદરા,અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વેપારીના પુત્રે ફ્લાઇટમાં બસેતા પહેલા વડોદરામાં પોતાના પિતા સાથે અંતિમ વાત કરી હતી કે, હું પહોંચી ગયો છું. ફ્લાઇટમાં બેસી ગયો છું. તમે ચિંતા ના કરતા . વાત થયાના થોડા જ સમયમાં પ્લેન ક્રેશ થઇ ગયું હોવાની જાણ થઇ હતી. 

વાડી શાસ્ત્રી બાગ પાસે મધુકુંજ સોસાયટીમાં રહેતા અને વાઘોડિયા રોડ પર પ્રોવિઝન સ્ટોર ચલાવતા વેપારીનો પુત્ર ભાવિક મહેશ્વરી છેલ્લા પાંચ વર્ષથી લંડન સ્થાયી થયો હતો. બી.બી.એ.નો અભ્યાસ કર્યા  પછી છેલ્લા ત્રણ વર્ષથી તે કોલ  સેન્ટરમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો. દર છ મહિને તે પરિવારને મળવા આવતો હતો. આ વખતે પણ તે મળવા આવ્યો હતો. તે દરમિયાન એક યુવતી પસંદ પડી જતા તેની સગાઇ થઇ હતી.યુવતીની પણ લંડનની ફાઇલ તૈયાર થઇ જાય તે માટે તેઓએ રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા હતા અને દીવાળીમાં ધામધૂમથી વિધિસર લગ્ન કરવાનુું નક્કી કર્યુ હતું. વડોદરાથી તેના કાકા અને અન્ય પરિવારજનો સાથે તે અમદાવાદ એરપોર્ટ ગયો હતો.પ્લેન ક્રેશ થયું હોવાની જાણ થતા તેના પિતા વડોદરાથી અમદાવાદ દોડી ગયા હતા. મધુકુંજ સોસાયટીમાં તેમના બે બંગલા છે. પિતાએ તાજેતરમાં જ પુત્ર માટે ત્રીજા મકાનનું બાનાખત કર્યુ હતું. 


Tags :