Get The App

સ્કૂટરને વાનની ટક્કરથી માતાની નજર સામે જ પુત્ર અને પુત્રીના મોત

ભાડજ હરેકૃષ્ણ મંદિર રોડ પાસે કરૂણાંતિકા

ભાડજ સુપર સીટી ગ્રાંડ બંગ્લોઝમાં રહેતી માતા સ્કૂટર પર બે સંતાનો સાથે ઘરે આવી રહ્યા હતા ત્યારે બનેલી ગોઝારી ઘટનાઃ સાંતેજ પોલીસે ગુનો નોંધ્યો

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
સ્કૂટરને  વાનની ટક્કરથી માતાની નજર સામે જ પુત્ર અને પુત્રીના મોત 1 - image

અમદાવાદ,બુધવાર

શહેરના ભાડજમાં આવેલી સુપર  સીટી- હરેકૃષ્ણ મંદિર રોડ બુધવારે એક ગોઝારી ઘટના બની હતી. જેમાં ૧૦ વર્ષની પુત્રી અને છ વર્ષના પુત્રને સ્કૂટર લઇને માતા ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે ઘર પાસે જ સામેથી આવેલી એક પીકઅપ વાનના ચાલકે સ્કૂટરને ટક્કર મારતા માતા તેમના બે સંતાનો સાથે નીચે પટકાયા હતા. જેમાં બંને સંતાનોને માથામાં ગંભીર ઇજા થતા મોત નીપજ્યા હતા. જ્યારે માતાને હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ રખાયા છે. આ સમગ્ર બનાવ અંગે સાંતેજ પોલીસે ગુનો નોંધીને અકસ્માત કરનાર વાનચાલકની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે. બીજી તરફ આ બનાવને પગલે ગમગીનીનો માહોલ જોવા મળ્યો છે.

સ્કૂટરને  વાનની ટક્કરથી માતાની નજર સામે જ પુત્ર અને પુત્રીના મોત 2 - imageકાળજુ કંપાવી દેનારા બનાવની વિગતો એવી છે કે ભાડજ સુપર સીટીમાં આવેલા ગ્રાંડ બંગ્લોઝમાં રહેતા આરતીબેન પટેલ બુધવારે સાંજે તેમની ૧૦ વર્ષની પુત્રી રિતીષા અને છ વર્ષના પુત્ર જયશીલને સ્કૂટર પર બેસાડીને તેમના ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે હરેકૃષ્ણ મંદિર- સુપર સીટી રોડ પર ગ્લોરી બંગ્લોઝ નજીકથી પસાર થતા સમયે એક પીકઅપ વાન  સામેથી પુરઝડપે આવી હતી અને તેણે સ્કૂટરના ટક્કર મારી હતી. જેથી આરતીબેન અને તેમના બંને સંતાનો નીચે પટકાયા હતા. જેમાં  રિતીષા અને જયશીલને માથામાં ગંભીર ઇજા થઇ હતી. જ્યારે આરતીબેનને પણ ઇજાઓ પહોંચી હતી.  

આ ગોઝારા અકસ્માતમાં બંને સંતાનોના સ્થળ પર મોત નીપજ્યા હતા.જ્યારે આરતીબેનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બીજી તરફ અકસ્માત બાદ એકઠા થયેલા લોકોએ પોલીસને જાણ કરતા ગાંધીનગર જિલ્લાની સાંતેજ પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરીને હતી.આ બનાવને પગલે સમગ્ર સુપરસીટી અને આસપાસના વિસ્તારમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ વિસ્તારમાં ડમ્પર અને અન્ય વાહનો બેકાબુ ગતિમાં ચાલતા હોવાથી અવારનવાર અકસ્માત થતા રહે છે અને એક મહિના પહેલા પણ એક યુવતીનું અકસ્માતમાં મોત થયું હતું.


Tags :