Get The App

હનુમાન જ્યંતીએ વાજતે-ગાજતે સ્થાપિત પવનપુત્રની મૂર્તિ રાત્રે કોઈએ ઉખેડી ફેંકી

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
હનુમાન જ્યંતીએ વાજતે-ગાજતે સ્થાપિત પવનપુત્રની મૂર્તિ રાત્રે કોઈએ ઉખેડી ફેંકી 1 - image

બાબરાનાં અનમોલ પાર્કનો ચકચારી કિસ્સો : હનુમાનજીની દેરી તોડી નાખીને પવિત્ર મૂર્તિનું અપમાન કરી કોમી એખલાસ બગાડવાનો પ્રયાસ કરનાર સામે કડક પગલાની માગ

બાબરા, : અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં આવેલા અનમોલ પાર્ક વિસ્તારમાં હનુમાન જ્યંતીના પવિત્ર અવસરે સ્થાપિત કરવામાં આવેલી હનુમાન દાદાની ડેરીને તોડી પાડવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભક્તિભાવ સાથે જે મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી, તેને રાત્રિના સમયે અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર સતર્ક બન્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અનમોલ પાર્ક સોસાયટીના મહિલા મંડળ અને રહીશો દ્વારા હનુમાન જ્યંતીના પવિત્ર દિવસે વાજતે-ગાજતે અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્થળે એક નાની ડેરીનું નિર્માણ કરીને શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જોકે, આ ધાર્મિક કાર્ય જેમને નહોતું ગમ્યું તેવા અમુક તત્વોએ એ જ રાત્રે ડેરીને તોડી પાડી હતી અને સ્થાપિત મૂતને પણ ઉખેડી નાખી હતી.

ઘટનાની જાણ થતા જ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. પવિત્ર મૂર્તિની અવદશા જોઈને લોકોની ધામક લાગણી દુભાઈ હતી. મોડી રાત્રે અનમોલ પાર્કમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો અને લોકોએ આ કૃત્ય કરનાર શખ્સો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક લોકોની માંગ છે કે જે લોકોએ ધાર્મિક એખલાસ બગાડવાનો પ્રયાસ કર્યો છે અને પવિત્ર મૂર્તિનું અપમાન કર્યું છે, તેમની સામે પોલીસ તંત્ર દ્વારા તપાસ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જોઈએ.