Gujarat
પ્રતાપનગર રેલ્વે સ્ટેશન ખાતે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે
By GS Team
11 Aug 20251 min read
This article was originally published on 11 Aug 2025

વેસ્ટર્ન રેલ્વેના વડોદરા ડિવિઝનના વિશ્વામિત્રી-ડભોઇ સેક્શનમાં પ્રતાપનગર યાર્ડ ખાતે 12 મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજ ગર્ડરના લોન્ચિંગ કાર્ય માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે તા .12 અને 13 ઓગસ્ટના રોજ એકતાનગર - પ્રતાપનગર મેમુ ટ્રેન ,પ્રતાપનગર - એકતાનગર મેમુ ટ્રેન , છોટા ઉદેપુર - પ્રતાપનગર પેસેન્જર ટ્રેન અને પ્રતાપનગર - છોટા ઉદેપુર પેસેન્જર ટ્રેનો રદ રહેશે. જેથી મુસાફરોને આ ફેરફારો ધ્યાને લઈ મુસાફરી કરવા રેલ્વે વિભાગની વિનંતી છે.




