18 જૂનના રોજ વાસદ-રણોલી સ્ટેશનોની વચ્ચે બ્લોકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
રિ-ગર્ડરિંગની કામગીરી માટે 5.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવ્યો
મણીનગર- વડોદરા અને વલસાડ - વડોદરા ઇન્ટરસિટી સંપૂર્ણપણે રદ, જામનગર - વડોદરા ઇન્ટરસિટી આંશિક રદ
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રણોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગ કામ માટે 18 જૂન 2025 ના રોજ સવારે 11.15 થી 16.45 વાગ્યા સુધી 5.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. જેના કારણે વડોદરા મંડળથી દોડતી /પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
આ બ્લોકના કારણે ટ્રેન નં. 19036 મણિનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ , ટ્રેન નં. 19035 વડોદરા-મણિનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ અને ટ્રેન નં. 12930 વડોદરા-વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે. તેમજ ટ્રેન નં. 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જ્યારે ટ્રેન નં. 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 30 મિનિટ રિશિડયુલ રેહશે, ટ્રેન નં. 16533 ભગત કી કોઠી-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ 55 મિનિટ રેગ્યુલેટ રેહશે, ટ્રેન નં. 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ રેહશે અને ટ્રેન નં. 20626 ભગત કી કોઠી-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસ 40 મિનિટ રેગ્યુલેટ રેહશે. જેથી યાત્રીઓને ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રા કરવા જણાવાયું છે.