Western Railways : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ હેઠળના સુરત-વડોદરા સેક્શનમાં આવેલ કોસંબા રેલવે સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામગીરી હાથ ધરાતા એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવ્યો છે.
આ બ્લોકના કારણે આજે તા.28 જાન્યુઆરીએ કેટલીક ટ્રેનો રદ તેમજ કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ રાખવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ટ્રેન નં.59049 વલસાડ-વડોદરા પેસેન્જર, ટ્રેન નં.59050 વડોદરા-વલસાડ પેસેન્જર તેમજ ટ્રેન નં.69150 ભરુચ–સુરત મેમૂ ટ્રેન આજે સંપૂર્ણપણે રદ રહેશે. આ ઉપરાંત ટ્રેન નં.19101 વિરાર-ભરૂચ એક્સપ્રેસ ટ્રેન આજે સુરત સુધી જ દોડશે અને સુરત–ભરૂચ વચ્ચે આંશિક રીતે રદ રહેશે


