Get The App

એલઆરડી પરીક્ષામાં ૨૦૦માંથી ૫૦ થી ૬૦ માર્કના પ્રશ્નો અઘરા

Updated: Jun 15th, 2025

GS TEAM


Google News
Google News
એલઆરડી પરીક્ષામાં ૨૦૦માંથી ૫૦ થી ૬૦ માર્કના પ્રશ્નો અઘરા 1 - image

વડોદરાઃ વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં આજે લોક રક્ષક કેડરની પરીક્ષા લેવામાં આવી હતી.વડોદરાના ૧૧૯ કેન્દ્રો પર પરીક્ષા આપવા માટે સાત જિલ્લામાંથી ઉમેદવારો ઉમટી પડયા હતા.વડોદરા શહેરમાં પરીક્ષા માટે ૩૫૭૦૦  ઉમેદવારો નોંધાયા હતા અને આ પૈકીના ૩૪૧૪૪ ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા.માત્ર ૧૫૫૬ ઉમેદવારો ગેરહાજર નોંધાયા હતા.

પરીક્ષા આપીને બહાર નીકળનારા ઉમેદવારોએ પેપર અંગે મિશ્ર પ્રતિભાવો આપ્યા હતા.સ્પીપાના પૂર્વ ફેકલ્ટી રક્ષિત ઠક્કરે કહ્યું હતું કે, ૨૦૦ માર્કના પેપરમાં ૫૦ થી ૬૦ માર્કના પ્રશ્નો અઘરા હતા.નવી પેપર સ્ટાઈલ પ્રમાણે પેપર સેટ કરવામાં આવ્યું હતું.પેપર મધ્યમ કક્ષાનું હતું.૪૦ માર્કના ગણિતના અને ૨૦ માર્કના રિઝનિંગના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.આ બંને વિષયો પ્રેક્ટિસ માંગી લેનારા છે.બંધારણ, નાણાકીય બાબતો, લોકાયુકત, કેશવાનંદ ભારતી કેસને લગતા ૩૦ માર્કના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.તેમણે કહ્યું હતું કે, ગુજરાતીમાં પરિચ્છેદ પરથી પાંચ માર્કનો એક એવા ચાર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.૧૮ માર્કના સવાલો ઈતિહાસના, ૧૭ માર્કના સવાલો ભૂગોળને લગતા હતા.જ્યારે ૧૨ માર્કના પ્રશ્નો જનરલ નોલેજના હતા.વર્તમાન પ્રવાહને લગતા પ્રશ્નોમાં ભગવદ્ ગીતા, નાટયશાસ્ત્ર, ગુજરાત સરકારની સ્પેસટેક નીતિ, નીસાર સેટેલાઈને લગતા હતા.ગુજરાત અને ભારતના વારસા અંગે ૧૫માર્કના પ્રશ્નો પૂછાયા હતા.૨૦૦ માર્કના પેપરમાં ૫૦ થી ૬૦ પ્રશ્નો અઘરા હતા.

હજારો ઉમેદવારોના આગલી રાતથી શહેરમાં ધામા 

સવારે ૭ વાગ્યાથી ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર ઊમટી પડયા

પરીક્ષા આપવા આવનારા ઉમેદવારોને તકલીફ ના પડે તે માટે રેલવે સ્ટેશન, સેન્ટ્રલ એસટી ડેપો ખાતે હેલ્પ સેન્ટરો શરુ કરાયા હતા.તેની સાથે સાથે પરીક્ષા આપીને પાછા જનારા  ઉમેદવારો માટે સેન્ટ્રલ એસટી ડેપો અને નવલખી મેદાન ખાતે કુલ ૪૦૦ જેટલી એસટી બસો ફાળવવામાં આવી હતી.

પરીક્ષાનો સમય સવારે ૯-૩૦ વાગ્યાનો હોવાથી મોટાભાગના ઉમેદવારો શનિવારે રાત સુધીમાં જ વડોદરા આવી ગયા હતા.પરીક્ષા કેન્દ્રો પર  સવ ારે સાત વાગ્યાથી ઉમેદવારો પહોંચી ગયા હતા.દરેક કેન્દ્ર પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.પરીક્ષાના પેપરો પોલીસના બંદોબસ્ત સાથે પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવામાં આવ્યા હતા.પરીક્ષા કેન્દ્રોની આસપાસ ટ્રાફિક અને રુટ પર ટ્રાફિક જામ ના થાય તે માટે પણ પોલીસ તૈનાત કરવામાં આવી હતી.


Tags :