Gujarat

ડભોઈ–એકતાનગર સેક્શનમાં તિલકવાડા સ્ટેશન પર બ્લોકને કારણે કેટલીક મેમૂ ટ્રેનો રદ્દ રહેશે

By GS TEAM
7 Jan 20261 min read
TukuTouch Logo
નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે પશ્ચિમ રેલવેનો નિર્ણય

Summarized by AI; it may make mistakes. Check important info

ડભોઈ–એકતાનગર સેક્શનમાં તિલકવાડા સ્ટેશન પર બ્લોકને કારણે કેટલીક મેમૂ ટ્રેનો રદ્દ રહેશે

Vadodara Railway Station : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં ડભોઈ–એકતાનગર સેક્શનમાં આવેલ તિલકવાડા રેલવે સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે કેટલીક મેમૂ ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ રહેશે. 

રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ટ્રેન નં.69203 પ્રતાપનગર–એકતાનગર મેમૂ ટ્રેન તા.7, 8 અને 10 જાન્યુઆરીએ રદ્દ રહેશે. ટ્રેન નં.69204 એકતાનગર–પ્રતાપનગર મેમૂ ટ્રેન તા.7, 8 અને 10 જાન્યુઆરીએ રદ્દ રહેશે. ટ્રેન નં.69202 એકતાનગર–પ્રતાપનગર મેમૂ ટ્રેન તા.10 જાન્યુઆરીએ રદ્દ રહેશે. ટ્રેન નં.69205 પ્રતાપનગર–એકતાનગર મેમૂ ટ્રેન તા.10 જાન્યુઆરીએ રદ્દ રહેશે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને આ ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા જણાવાયું છે. 

ઉત્તરાયણ પર્વે રેલવે ઓવરહેડ વાયરથી દૂર રહેવાની વડોદરા રેલવે વિભાગની અપીલ

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગે ઉત્તરાયણ દરમિયાન રેલવે ટ્રેક નજીક પતંગ ન ઉડાવવાની અપીલ કરી છે. રેલવે લાઇન ઉપર 25,000 વોલ્ટની ઓવરહેડ ઇલેક્ટ્રિક વાયર અત્યંત જોખમી છે. પતંગની દોર વાયર સાથે ફસાતા જીવલેણ અકસ્માતનો ભય રહે છે. વાયર તૂટી પડવાથી ટ્રેન વ્યવહાર ખોરવાઈ શકે છે. નાગરિકોને સાવચેત રહેવા અને બાળકોને રેલવે વિસ્તારથી દૂર રાખવા રેલવે પ્રશાસને વિનંતી કરી છે.