Get The App

બાવળાની શાળાઓ પાસે ગટર ઊભરાવાની સમ્યા ઉકેલોઃ એનએસયુઆઇ

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
બાવળાની શાળાઓ પાસે ગટર ઊભરાવાની સમ્યા ઉકેલોઃ એનએસયુઆઇ 1 - image


બગોદરા-ઃ બાવળા નગર પાલિકા હદ વિસ્તારની ગટરના દૂષિત પાણી અને વરસાદી પાણીથી છેલ્લાં ઘણા સમયથી ઉભરાવાના કારણે ગર્લ્સ સ્કૂલ રોડ, કુમારશાળા રોડ, ઇંગ્લીશ મીડીયમ સ્કુલ રોડ, અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવતી આંગણવાડીઓમાં જતા ભુલકાઓ અને વિદ્યાર્થીઓ માટે હાલાકી ઉભી કરે છે. જેના વિરોધમાં આજ રોજ એનએસયુઆઇ દ્વારા આવેદન આપી જણાવ્યું છે કે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાનો ઉકેલ લાવો નહીં તો આગામી દિવસોમાં એનએસયુઆઇ વિદ્યાર્થીઓને સાથે રાખી આશ્ચર્યજનક કાર્યક્રમ કરી આ નગરપાલિકાની આંખ ઉઘાડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

Tags :