Get The App

આણંદ જિલ્લાની 174 ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવાશે

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
આણંદ જિલ્લાની 174 ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવાશે 1 - image


- 3 કિલો વૉટની ક્ષમતાની પેનલો નંખાશે

- રૂા. 2.72 કરોડથી વધુનો ખર્ચ કરાશે : વીજ બિલની બચતથી પંચાયતના કામો કરવામાં આવશે

આણંદ : આણંદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ખાતે સોલર રુફટોપ સિસ્ટમ લગાવવા માટે આણંદ જિલ્લા પંચાયત દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લાની ૧૭૪ ગ્રામ પંચાયત ખાતે સોલાર સિસ્ટમ લગાવવા માટે કુલ રૂપિયા ૨,૭૨,૩૭,૦૯૮ ફાળવવામાં આવ્યા છે. 

આણંદ જિલ્લા પંચાયત દ્વારા ૧૭૪ ગ્રામ પંચાયત ખાતે ૩ કિલો વૉટ ક્ષમતાની સોલાર પેનલ લગાવવાનો નિર્ણય કરાયો છે. જિલ્લા પંચાયત દ્વારા સોલાર સિસ્ટમ માટે પ્રત્યેક ગ્રામ પંચાયતને રૂા. ૧,૫૬,૫૩૫ ફાળવવામાં આવશે. 

જેડા દ્વારા મંજૂર કરવામાં આવેલા દરે એટલે કે પ્રતિ કિલો વૉટે રૂપિયા ૪૭,૯૧૪ અને જીએસટી રૂપિયા ૪૨૬૪.૩૫ મળીને કુલ રૂપિયા ૫૨,૧૮૮.૩૫ ના ખર્ચથી પ્રતિ કિલોવોટ સોલર પેનલ ગ્રામ પંચાયતો ઉપર લગાવવામાં આવશે. 

ગ્રામ પંચાયતો ખાતે સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવાથી ગ્રામ પંચાયતોને વીજ બિલમાં રાહત થશે અને વીજ બિલની બચત થતી રકમ ગ્રામ પંચાયતના વિકાસમાં ઉપયોગી થશે. 

કયા તાલુકાની કેટલી ગ્રામ પંચાયતને કેટલા લાખ ફાળવ્યા

તાલુકો

ગ્રા.પંચાયત

ફાળવેલ રકમ

આણંદ

૨૧

૩૨ લાખ

ઉમરેઠ

૨૨

૩૪ લાખ

બોરસદ

૨૫

૩૯ લાખ

આંકલાવ

૨૦

૩૧ લાખ

પેટલાદ

૨૯

૪૫ લાખ

સોજીત્રા

૧૨

૧૮ લાખ

ખંભાત

૨૭

૪૨ લાખ

તારાપુર

૧૮

૨૮ લાખ

Tags :