Get The App

અમદાવાદ: ચાંદલોડિયાના સિદ્ધિ વિનાયક રો-હાઉસમાંથી જુગાર રમતા 8ને સોલા પોલીસે ઝડપ્યા

Updated: Mar 23rd, 2022

GS TEAM

Google News
Google News
અમદાવાદ: ચાંદલોડિયાના સિદ્ધિ વિનાયક રો-હાઉસમાંથી જુગાર રમતા 8ને સોલા પોલીસે ઝડપ્યા 1 - image

અમદાવાદ,તા.23 માર્ચ 2022,બુધવાર

ચાંદલોડિયાના સિદ્ધિ વિનાયક રો-હાઉસના ખુલ્લા ફળિયામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સોલા પોલીસે રેડ કરી 8 આરોપીને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.25750ની રોક જમા લીધી હતી. 

બાતમી આધારે પોલીસે રેડ કરી જગેન્દ્રસિંહ રાજપૂત, શુભમ આહીર, પ્રદીપસિંહ ભદોરીયા, સુનિલ જાટવ, જ્યેન્દ્રસિંહ રાજપૂત, પ્રમોદકુમાર ગુપ્તા, સચિન યાદવ અને વિક્રમ ભરવાડ વિરુદ્ધ જુગાર ધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.