વડોદરા તા. 03
વાલીઓને કાળજી લઈને 15 થી 18 વર્ષની ઉંમરના ટીનેજર્સને કોરોના રસી મૂકવાના અભિયાનનો આજથી પ્રારંભ કરાયો હતો.
જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના સોખડા ગામે શેઠ જગાજી વિદ્યાલય ખાતેથી જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં તરુણોને કોરોનાની રસી મૂકવાના આરોગ્ય અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે વાલીઓને તા.૩1/12/2૦૦7 પહેલાં જન્મેલા અને 15 થી 18 વર્ષની ઉંમરના સંતાનોને નજીકના કેન્દ્ર ખાતે રસી અપાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કોરોના સામે સુરક્ષા કવચ ઉભુ કરવામાં તરુણોના રસીકરણની વ્યવસ્થા એક આગવું સોપાન છે.
વડોદરા જિલ્લામાં સર્વેને આધારે ઉપરોક્ત વય જૂથના અંદાજે 69 હજાર તરુણોને કોરોના રસી આપવા શાળાઓ અને સરકારી દવાખાનાઓમાં અંદાજે 2૦૩ જેટલા કેન્દ્રો રાખવામાં આવ્યા છે.રાજ્ય સરકારે કોવેક્સિન રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો છે.

આ અભિયાનના ભાગરૂપે મહા રસીકરણ ઝુંબેશ અને સંધ્યા રસીકરણ સત્રો યોજવામાં આવ્યા છે.આ અભિયાનમાં શિક્ષણ વિભાગ અને શિક્ષણ સંસ્થાઓ નો સહયોગ મળ્યો છે.


