Get The App

સુરતમાં ગેરકાયદે ઓનલાઈન ગેમિંગ-ટ્રેડિંગનો પર્દાફાશ, રૂ. 943 કરોડના આર્થિક વ્યવહાર મળ્યા, 8ની ધરપકડ

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
સુરતમાં ગેરકાયદે ઓનલાઈન ગેમિંગ-ટ્રેડિંગનો પર્દાફાશ, રૂ. 943 કરોડના આર્થિક વ્યવહાર મળ્યા, 8ની ધરપકડ 1 - image


Surat News : ગુજરાતના સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સનરાઈઝ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ રેકેટનો સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ પર્દાફાશ કર્યો છે. ગેમિંગ-ટ્રેડિંગ રેકેટમાં લગભગ 943 કરોડના આર્થિક વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે સમગ્ર મામલે SOGએ 8 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ઓનલાઈન ગેમિંગ-ટ્રેડિંગનો SOGએ કર્યો પર્દાફાશ

સુરતના મોટા વરાછાના લજામણી ચોક ખાતે સનરાઈઝ ડેવલપર્સ નામની ઓફિસમાં ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હોવાની SOGને માહિતી મળી હતી. જેને લઈને SOGની ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં જાણવા મળ્ય હતું કે, કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં SEBIની પરવાનગી વગર Castilo 9 અને Stock grow જેવાં સોફ્ટવેર દ્વારા ડબ્બા ટ્રેડિંગ અને વિવિધ પ્રતિબંધિત વેબસાઈટ્સ દ્વારા ઓનલાઈન ગેમિંગનો ધંધો ચાલતો હતો. 

રૂ.943 કરોડના આર્થિક વ્યવહાર થયા

સમગ્ર મામલે SOGને જાણવા મળ્યું હતું કે, કન્સ્ટ્રક્શનની ઓફિસ સનરાઈઝ ડેવલપર્સમાં ગેરકાયદે રીતે NEXON EXCH.COM, PAVANEXCH સહિતની વિવિધ વેબસાઈટ્સ અને સોફ્ટવેર થકી લાઈવ ક્રિકેટ, ટેનિસ, ફૂટબોલ સહિતની અલગ-અલગ ગેમથી સટ્ટો ચલાવવામાં આવતો હતો. આ માધ્યમ પર આરોપીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નફાની લાલચ આપતા અને બ્લેક મનીનું સેટિંગ પણ કરી આપતા હોવાનું સામે આવ્યું છે. આમ ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ દ્વારા 943 કરોડના વ્યવહારો થયા છે. 

જ્યારે 250થી વધુ લોકોએ અત્યારસુધીમાં ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં રૂ.4.62 કરોડનાં અન્ય ટ્રાન્ઝેક્શનો પણ મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે, અગાઉ પણ મુખ્ય આરોપી નંદલાલ પર ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીની ફરિયાદ થયેલી છે.

આ પણ વાંચો: ગજબના ભેજાબાજ: સુરતમાંથી નકલી સોનાના દાગીના બનાવતું કારખાનું ઝડપાયું, પોલીસે 12 શખસોની ધરપકડ કરી

મુખ્ય સૂત્રધાર સહિત 8ની ધરપકડ

SOG મુખ્ય સૂત્રધાર નંદલાલ ઉર્ફે નંદો વિઠલભાઈ ગેવરિયા, તેના પિતરાઈ ભાઈ વિશાલ ઉર્ફે વિક્કી મનસુખભાઈ ગેવરિયા, ભાવેશ જીણાભાઈ કિહલા, જયદીપ કાનજીભાઈ પીપળિયા, નવનીત ચતુરભાઈ ગેવરિયા, ભાવિન અરવિંદભાઈ હીરપરા, બકુલ મગનભાઈ તરસરિયા અને સાહીલ મુકેશભાઈ સુવાગિયાની ધરપકડ કરીને 19 મોબાઈલ ફોન, 4 લેપટોપ, 10 લાખ રોકડ, 31 પાસબુક, 87 ચેકબુક, 13 સિમકાર્ડ સહિત કુલ રૂ.17.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :