Gujarat

શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકનારાઓના સોશ્યલ મીડિયા એકાઉન્ટની તપાસ

By GS TEAM
27 Aug 20251 min read
શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકનારાઓના સોશ્યલ મીડિયા એકાઉન્ટની તપાસ

વડોદરાઃ શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફંકનારાઓ દ્વારા સોશ્યલ મીડિયા પર પણ ધાક ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાની વિગતો મળતાં પોલીસે સાયબર સેલની મદદ લેવાનાર છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,ઇંડા ફેંકનારા આરોપીઓના તમામ પાસા તપાસમાં આવી રહ્યા છે.તેમના સંપર્કો તેમજ સોશ્યલ મીડિયા એકાઉન્ટની પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર એક એકાઉન્ટ વિશે મળેલી માહિતી  બાદ પોલીસે  આ એકાઉન્ટની રીલ,પોસ્ટ, ફોલોઅર્સ સહિતની વિગતો તપાસવા માટે સાયબર સેલની મદદ માંગી હોવાનું જાણવા મળ્યું છે.