શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકનારાઓના સોશ્યલ મીડિયા એકાઉન્ટની તપાસ
વડોદરાઃ શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફંકનારાઓ દ્વારા સોશ્યલ મીડિયા પર પણ ધાક ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાની વિગતો મળતાં પોલીસે સાયબર સેલની મદદ લેવાનાર છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,ઇંડા ફેંકનારા આરોપીઓના તમામ પાસા તપાસમાં આવી રહ્યા છે.તેમના સંપર્કો તેમજ સોશ્યલ મીડિયા એકાઉન્ટની પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર એક એકાઉન્ટ વિશે મળેલી માહિતી બાદ પોલીસે આ એકાઉન્ટની રીલ,પોસ્ટ, ફોલોઅર્સ સહિતની વિગતો તપાસવા માટે સાયબર સેલની મદદ માંગી હોવાનું જાણવા મળ્યું છે.