For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તોતિંગ ફી ગુજરાતીઓ માટે માથાનો દુઃખાવો બની, ખાનગીથી સરકારી શાળામાં પ્રવેશનો રિવર્સ ટ્રેન્ડ

Updated: Apr 8th, 2024

તોતિંગ ફી ગુજરાતીઓ માટે માથાનો દુઃખાવો બની, ખાનગીથી સરકારી શાળામાં પ્રવેશનો રિવર્સ ટ્રેન્ડ

School Fee In Gujarat News | આજથી થોડા વર્ષ અગાઉ અપર મિડલ ક્લાસ પરિવારમાંથી આવતા બાળકને ખાનગી સ્કૂલને સ્થાને મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ લેવા અંગે કહેવામાં આવતું તો તેમનું મોઢું મચકોડાઈ જતું. પરંતુ હવે સ્થિતિમાં પરિવર્તન આવી રહ્યું છે. વધતી જતી મોંઘવારી-ખાનગી શાળાઓની તોતિંગ ફીને પગલે મધ્યમ વર્ગના વાલીઓએ મ્યુનિસિપલ શાળાઓ તરફ નજર દોડાવી છે. આગામી જૂન-૨૦૨૪થી મ્યુનિસિપલ શાળાના બાલવાટિકા અને ધોરણ-૧માં પોતાના બાળકોને પ્રવેશ અપાવવા માટે વાલીઓ ભારે આતુર બન્યાનું ચિત્ર સામે આવી રહ્યું છે.

Article Content Image

બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોની કુલ સંખ્યા ૯૨૩૧ છે. આ પૈકી ૪૯૮૩ કુમાર અને ૪૫૪૮ કન્યા છે. અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવવા માટે કુલ ૭૫૦ બાળકો નોંધાયા છે જ્યારે હિન્દી માટે ૧૦૪૦-ઉર્દુ માટે ૯૨૬ બાળકોની નોંધણી થયેલી છે. આમ, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સર્વે અનુસાર બાલવાટિકા અને ધોરણ-૧માં પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા ૨૯ હજારથી વધુ થઇ છે, જે એક નવો રેકોર્ડ છે. હવે ધોરણ- ૧માં પ્રવેશપાત્ર બાળકની કુલ સંખ્યા સર્વે મુજબ ૨૦૧૩૦ થયેલી છે, જેમાં ૯૯૨૯ કુમાર અને ૧૦૨૦૧ કન્યાનો સમાવેશ થાય છે. આ પૈકી અંગ્રેજી માધ્યમમાં ૧૭૭૪, હિન્દી માધ્યમમાં ૨૯૩૫, ઉર્દુ માધ્યમમાં ૧૫૮૫ બાળકો નોંધાઈ ચૂક્યા છે. 

Article Content Image

અત્યાર સુધીના વર્ષોમાં આ વર્ષે મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓમાં અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૫૫૦૦થી વધુ બાળકો પ્રવેશ મેળવવાના છે. હાલ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા શહેરમાં ૪૩૯ શાળા ગુજરાતી-હિન્દી-મરાઠી-અંગ્રેજી જેવા માધ્યમમાં ચાલી રહી છે. સ્કૂલ બોર્ડની માલિકીની ૩૧૨ બિલ્ડિંગમાં હાલ ૧.૬૬ લાખથી વધુ વિદ્યાર્થી શિક્ષણ લઇ રહ્યા છે. ઉચ્ચ લાયકાત ધરાવતા ૪૯૦૦થી વધુ શિક્ષકો આ બાળકોને શિક્ષણ આપે છે. હાલ અમદાવાદમાં ૮૧ સ્માર્ટ સ્કૂલ્સ છે. આ ઉપરાંત સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ૨૧૭ શાળા ચાલી રહી છે. આ તામમ શાળામાં માળખાકીય સુવિધાઓની ભરમાર છે.

Article Content Image

Gujarat