Get The App

વેસુ વીઆઈપી રોડ પર સ્નેચરો જમીન દલાલની રૂ. 74 હજારની ચેઈન આંચકી ફરાર

Updated: Mar 3rd, 2022

GS TEAM

Google News
Google News
વેસુ વીઆઈપી રોડ પર સ્નેચરો જમીન દલાલની રૂ. 74 હજારની ચેઈન આંચકી ફરાર 1 - image

- જમીન દલાલ મોર્નીંગ વોકમાં નીકળ્યા હતા ત્યારે બાઈક પર સ્નેચરો ત્રાટકયાઃ બુમાબુમ કરી પરંતુ સ્નેચરો ભાગી જવામાં સફળ રહ્યા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૂવાર

શહેરના વેસુ વીઆઈપી રોડ પર સક્રિય ચેઇન સ્નેચરોએ ગત રોજ મોર્નીંગ વોકમાં નીકળેલા જમીન દલાલને નિશાન બનાવી સોનાની 23.340 ગ્રામ વજનની રૂ. 74,198 કિંમતની ચેઈન આંચકીને ભાગી ગયા હતા.

ભરથાણા સ્થિત સેન્ટ થોમસ સ્કૂલની બાજુમાં આર્શીવાદ વીલામાં રહેતા જમીન દલાલ પિયુષ નટવરલાલ પેટીગરા (ઉ.વ. 48) ગત રોજ સવારે રાબેતા મુજબ ઘરેથી 6 વાગ્યા મોર્નીંગ વોકમાં નીકળ્યા હતા. વેસુ વીઆઈપી રોડથી ફ્લોરેન્સ ચોકડીથી કેનાલ થઈ સ્વર સંગિનીથી રામેશ્વર પેલેસ વાળા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઇક પર માસ્ક પહેરેલા બે સ્નેચરો ઘસી આવ્યા હતા. જે પૈકી બાઈક પર પાછળ બેસેલા સ્નેચરે પિયુષના ગળામાંથી સોનાની ચેઈન 23.340 ગ્રામ વજનની કિંમત રૂ. 74,198 ની આંચકીને સેકન્ડ વીઆઈપી રોડ પર ભાગી ગયા હતા. પિયુષ બુમાબુમ કરી હતી પરંતુ સવારનો સમય હોવાથી રસ્તા પર લોકોની અવરજવર ઓછી હતી અને સ્નેચરો બાઈક પર ભાગી જવામાં સફળ રહ્યા હતા. ઘટના અંગે પિયુષ પેટીગરાએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.