વડોદરાના અકોટા વિસ્તારના ક્લિનિકમાં ત્રાટકેલા અજાણ્યા તસ્કરો જુના વાસણો સહિતનો સામાન ચોરી ફરાર, બાથરૂમના નળ અને ફુવારા પણ ન છોડ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરના અકોટા ગાર્ડનની સામે વિહાર સોસાયટીમાં આવેલ ક્લિનિકમાં ત્રાટકેલા અજાણ્યા તસ્કરો જુના વાસણો સાથે બાથરૂમમાંથી નળ અને ફુવારા ચોરી ફરાર થઈ જવા પામ્યા છે. ચોરી થઈ રહી હોવાની જાણ થતા તબીબ તુરંત સ્થળ પર પહોંચ્યા હતા.પરંતુ, તે અગાઉ તસ્કરો ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.
શહેરના અકોટા પોલીસ સ્ટેશનની સામે આવેલ આશાપુરી સોસાયટીમાં રહેતા ડો .હરેશ રમાકાંત શાહ અકોટા ગાર્ડનની સામે વિહાર સોસાયટીમના મકાન નં 5માં હાર્મની ક્લિનિક નામથી દવાખાનું ચલાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, તા.20 જૂનના રોજ સાંજે 7 વાગ્યે મે રાબેતા મુજબ દવાખાનાના મુખ્ય દરવાજાને લોક કરી ઘરે ગયો હતો. ત્યારબાદ રાત્રે 12:30 વાગ્યાની આસપાસ દવાખાનાની બાજુમાં કામ કરતી મહિલાએ જાણ કરી હતી કે, તમારા દવાખાનાની લાઇટો ચાલુ છે અને કોઈ અજાણ્યો ચોર આવ્યો હોય તેવું લાગે છે. જેથી હું તાત્કાલિક દવાખાને પહોંચતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું. અને દવાખાનાના પહેલા માળે લાઈટ ચાલુ હતી. તે રૂમનું પણ લોક તૂટેલું હતું. તપાસ કરતા અજાણ્યા તસ્કરો કબાટોમાં રાખેલ તાંબા, પિત્તળ અને જર્મન સિલ્વરના જુના વાસણો તેમજ બાથરૂમમાંથી નળ અને ફુવારા મળી કુલ રૂ.52,700ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના આધારે જેપી રોડ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








