Get The App

રકનપુરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા રૃપિયા ૪.૮૦ લાખના દાગીનાની ચોરી

Updated: Jan 27th, 2025

GS TEAM


Google News
Google News
રકનપુરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા રૃપિયા ૪.૮૦ લાખના દાગીનાની ચોરી 1 - image


પરિવાર માઉન્ટ આબુ ફરવા ગયો હતો

ચોરી અંગે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી વધુ તપાસનો ધમધમાટ શરૃ કર્યો

કલોલ :  કલોલ તાલુકાના રકનપુર ગામે સેન્ટોસા ગ્રીનલેન્ડ માં રહેતો પરિવાર માઉન્ટ આબુ ફરવા ગયો હતો ત્યારે તસ્કરો બંધ મકાનમાં ત્રાટક્યા હતા અને અંદરથી રૃપિયા ૪,૮૦,૦૦૦ ના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ચોરી અંગે તેઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.

કલોલ તાલુકાના રકનપુર ગામે સેન્ટોસા ગ્રીનલેન્ડ બંગલોમાં રહેતા મિનેશભાઈ કૃષ્ણકાંતભાઈ દેસાઈ પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા ગયા હતા અને તેઓ ફરીને ઘરે પરત આવ્યા ત્યારે તેમના બેડરૃમનો દરવાજો ખુલ્લો હતો અને સર સામાન વેરવિખેર પડેલો હતો તેઓએ ઘરમાં તપાસ કરતા તેમના બેડરૃમમાંથી તિજોરી અને કબાટ માં મુકેલા સોનાના દાગીના જેમાં સોનાની બે ચેન તથા હાથમાં પહેરવાના સોનાનું બ્રેસલેટ અને સોનાની પેન્ડલ બુટ્ટી તથા સોનાની વીંટી અને ઉપરના માળે તેમના દીકરીના બેડરૃમમાંથી સોનાની બંગડીઓ વગેરે મળી તસ્કરો કુલ રૃપિયા ૪,૮૦,૦૦૦ ના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ચોરી અંગે તેઓએ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્યા સામે ગુનો દાખલ કરીને તપાસ ચલાવી છે.

Tags :