Get The App

કલોલના ધમાસણામાં તસ્કરો ત્રાટક્યા ૯ લાખના દાગીનાની ચોરી કરી ફરાર

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
કલોલના ધમાસણામાં તસ્કરો ત્રાટક્યા ૯ લાખના દાગીનાની ચોરી કરી ફરાર 1 - image


કલોલ :  કલોલ તાલુકાના ધમાસણા ગામે તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ બે બંધ મકાનના તાળા તોડયા હતા અને અંદર જઈ તિજોરીમાં પડેલ સોના ચાંદીના દાગીના ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા તસ્કરો કુલ રૃપિયા ૯,૩૦,૫૦૦ ના મુદ્દા માલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર કલોલ પાસેના ધમાસણા ગામે આવેલા નારાયણ બંગલોમાં રહેતા જીતુભાઈ રમેશભાઈ વાઘેલા પોતાનું મકાન બંધ કરીને બહાર ગયા હતા ત્યારે કોઈ તસ્કરોએ તેમના બંધ મકાનના દરવાજાનું તાળું તોડયું હતું અને અંદર જઈને તિજોરીમાં પડેલા સોના ચાંદીના દાગીના મળી કુલ રૃપિયા ૩,૨૪,૪૦૦ ના માલમત્તાની ચોરી કરી હતી ત્યારબાદ તસ્કરોએ તેમના મામાના દિકરા કે જે આ સોસાયટીમાં રહે છે તે કિરણભાઈ અંબાલાલ ના ઘરમાં ચોરી કરી હતી તેઓએ તેમના બંધ મકાનનું તાળું તોડયું હતું અને અંદર પડેલ સોના ચાંદીના દાગીના કુલ રૃપિયા ૬ લાખ ૬ હજાર સો ની ચોરી કરી હતી તસ્કરો બંને મકાનમાંથી મળીને કુલ રૃપિયા ૯ લાખ ૩૦,૫૦૦ ના મુદ્દા માલની ચોરી કરીને ફરાર થઈ જતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે. 

Tags :