Gujarat

ટ્રેન્ટ ગામે બંધ મકાનમાંથી 40 હજારની મતા ચોરી તસ્કરો ફરાર

By GS TEAM
11 Aug 20251 min read
ટ્રેન્ટ ગામે બંધ મકાનમાંથી 40 હજારની મતા ચોરી તસ્કરો ફરાર

માંડલ પંથકામાં તસ્કરોનો તરખાટ

મકાન માલિક સવારે ઘરે ફરતા ઘટનાની જાણ થઈ ઃ પોલીસે તપાસ હાથ ધરી

માંડલમાંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે રક્ષાબંધનની મોડી રાત્રીએ રહેણાંક મકાનમાંથી ૪૦ હજારની મત્તા ચોરાઈ હોવાની ઘટના બનતાં પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને ઘર માલિકે પોલીસ મથકે જાણવાજોગ પણ નોંધાવી હતી.

ટ્રેન્ટ ગામે પટેલવાસ વિસ્તાર મુખ્ય બજારની અંદર નારણભાઈ ગોવિંદભાઈ પટેલનું મકાન આવેલ છે અને તેમના પરિવાર સાથે તેઓ બહારગામ રહે છે જેથી આ મકાન બંધ હાલતમાં પડેલ હતું જેનો લાભ લઈ તા.૯ની મોડીરાત્રીએ તસ્કરો દ્વારા ઘરનો મુખ્ય દરવાજો લાકડાનો હતો જે તોડીને અંદર પ્રવેશી તીજોરી અને કબાટના ખાનાઓ વેરવિખેર કરી ફનચર સહિતને નુકશાન પહોંચાડી ૪૦ હજાર રૃપિયાની રોકડ રકમ તસ્કરો ઉઠાવી ગયેલ હતાં જોકે રવિવારે સવારે તેમનો સુપુત્ર ભાવિક ટ્રેન્ટ ગામે આવીને તેમના મકાને ગયેલ અને સમગ્ર ઘટનાની જાણ થતાં તેમને પોલીસને જાણ કરેલ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.