Get The App

બાવળાના બલદાણામાં મહિલાના કાન કાપી તસ્કરો સોનાની કડી ચોરી ગયો

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
બાવળાના બલદાણામાં મહિલાના કાન કાપી તસ્કરો સોનાની કડી ચોરી ગયો 1 - image

ઘરમાં કિંમતી વસ્તુ નહીં મળતા તસ્કરોએ હિંસાનો માર્ગ અપનાવ્યો

નિંદ્રાધીન મહિલાની કડી મેળવવા તસ્કોએ કાનની બુટ કાપની નાખતા ઇજા ઃ ગ્રામજનોમાં ભારે આક્રોશ

બગોદરા - બાવળા તાલુકાના બલદાણા ગામમાં મોડી રાત્રે ચોરી કરવા આવેલા અજાણ્યા શખ્સોએ ઘરમાં સૂતેલી એક મહિલાના કાન કાપીને સોનાની કડીઓ ચોરી કરી ફરાર થઈ ગયા છે. બનાવને પગલે ગામમાં ભયનો માહોલ ફેલાયો છે અને પોલીસની કામગીરી સામે આક્રોશ જોવા મળ્યો છે.

બલદાણા ગામમાં રહેતા ધનીબેન ત્રિભોવનભાઈ કોળી પટેલ અને તેમના પતી મહિલા પોતાના ઘરના આંગણામાં સૂઈ રહ્યા હતા. તે જ સમયે તસ્કરોએ ચોરીના ઇરાદે ઘરમાં પ્રવેશ કર્યો હતો પરંતુ ઘરમાંથી કોઈ કિંમતી વસ્તુ નહીં મળતા, ચોરોએ હિંસાનો માર્ગ અપનાવ્યો. તસ્કરોએ નિંદ્રાધીન ધનીબેનના કાન પર પહેરેલી સોનાની કડીઓ મેળવવા માટે તેમના કાન કાપી નાખ્યા. આ હુમલામાં મહિલાને ગંભીર ઈજાઓ થઈ છે. ઘટના બાદ તરત જ ચોરો સોનાની કડીઓ લઈને અંધારામાં ફરાર થઈ ગયા.

આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો ભેગા થયા અને ધનીબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ધનીબેનની ફરિયાદના આધારે કેરાળા જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ તપાસ શરૃ કરી છે અને તેમને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે. આ પ્રકારની ઘટનાએ સ્થાનિક પોલીસની કાર્યપદ્ધતિ પર પણ સવાલો ઊભા કર્યા છે. ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવાની અને આરોપીઓને પકડવાની માંગ કરી છે. આ ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ છે.