Gujarat

સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા

By GS TEAM
8 Nov 20251 min read
સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા

- હળવદ તાલુકાના કવાડિયા ગામમાં 

- હળવદ પોલીસે બંને તસ્કરો પાસેથી રૂ. 2.99 લાખનો મુદ્દામાલ રિવકર કર્યો

હળવદ : હળવદ તાલુકાના કવાડિયા ગામે સોલાર પ્લાન્ટમાંથી ૧૦૦૦ મીટર લંબાઈનો રૂપિયા ૪ લાખની કિંમતનો કોપર વાયર ચોરી કરવાની સ્થાનિક પોલીસે તસ્કર બેલડીને ઝડપી લઈ રૂ.૨.૯૯ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

હળવદ પોલીસના તાબાના કવાડિયા ગામની સીમમાં સોલાર પ્લાન્ટની ફેંસિંગ તોડી દીવાલ કૂદી અજાણ્યા તસ્કરોએ રૂ.૪ લાખની કિંમતના ૧૦૦૦ મીટર લંબાઈના કોપર વાયરની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવમાં હળવદ પોલીસે બાતમીના આધારે સુખપુર ગામની સીમમાંથી આરોપી સુલતાન ઉર્ફે કાનો ધીરુભાઈ દેકેવાડીયા અને રવિ ઘનશ્યામભાઈ દેકેવાડીયા (બંને રહે.દેવપર, સુખપુર)ને ૪૬૦ કિલો ૭૦૦ ગ્રામ કોપર વાયર (કિં.રૂ.૨,૯૯,૪૫૫) સાથે ઝડપી કાર્યવાહી કરી હતી.