જામનગર નજીક કનસુમરા રોડ પર ખાનગી કંપનીના કન્ટેનરની ઓફિસનું તાળું તોડી કોઈ તસ્કરો 60,000ની માલમતા ઉઠાવી ગયા
જામનગર નજીક કનસુમરા રોડ પર ડાયનામિક ફેક્ટરીની સામે એપલ ઇન્ડસ્ટ્રીઝ-4માં ચાલતી સાઇટમાં એક કન્ટેનર મુકાયેલું છે, અને કન્ટેનરમાં ખાનગી કંપનીની ઓફિસ પણ આવેલી છે.
જે કન્ટેનરની ઓફિસમાં ગત 28 તારીખે રાત્રિ દરમિયાન કોઇ તસ્કરોએ લોક તોડી નાખ્યું હતું, અને અંદર પ્રવેશ મેળવી લીધો હતો. ઓફિસમાં લગાવેલો એર કન્ડિશન મશીન, ઉપરાંત કલરની સીલબંધ સાત નંગ ડોલ ઉપરાંત 300 મીટર વાયર કે જે તમામની કિંમત અંદાજે 60,000 રૂપિયા જેટલી થાય છે. જેની ચોરી કરી લઈ ગયા હતા.
ચોરીના આ બનાવ અંગે ખાનગી કંપનીમાં નોકરી કરતા બીપીનભાઈ દામજીભાઈ ચોવટીયા એ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં એ.એસ.આઇ. વાય.વી. જાડેજા પોલીસ ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને તસ્કરોને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે. તેમ જ કેટલાક શકમંદોની પૂછપરછ શરૂ કરી છે.