Get The App

નાંદોલી ગામે તસ્કરો ત્રાટક્યા બંગલામાંથી ચોરી કરી ફરાર

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
નાંદોલી ગામે તસ્કરો ત્રાટક્યા બંગલામાંથી ચોરી કરી ફરાર 1 - image


ભગવાનની મૂર્તિચાંદીના લોટા સહિતની મત્તા ચોરી તસ્કરો ફરાર

કલોલ :  કલોલ પાસેના નાંદોલી ગામે આવેલ પ્લેઝર વીલા ટુ માં તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનમાંથી ભગવાનની મૂત ચાંદીનો લોટો ચાંદીની વાંસળીઓ વગેરેની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તેમજ અન્ય બે મકાનોમાં પડેલ કારના કાચ તોડી અંદરથી પાકીટની ચોરી કરી ભાગી છૂટયા હતા બનાવ અંગે પોલીસે તપાસ ચલાવી છે.

 કલોલ તાલુકાના નાંદોલી ગામે આવેલા પ્લેઝર વિલા ટુ માં રહેતા ભાવેશભાઈ જગદીશભાઈ પટેલ રાત્રે જમીને પરિવાર સાથે સૂઈ ગયા હતા ત્યારે સવારે ઊઠતા તેમના ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું કોઈ તસ્કરો સ્લાઇડર કાચવાળી બારી થી અંદર પ્રવેશ્યા હતા અને પૂજાના રૃમમાંથી ભગવાન લાલજી મહારાજની પંચધાતુની મૂત તથા ચાંદીનો લોટો અને ભગવાનની ચાંદીની નાની વાંસળીઓ ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા અને સીસીટીવીને નુકસાન પહોંચાડયું હતું અને તપાસ કરતાં તેમની સોસાયટીમાં રહેતા બે અન્ય લોકોની કારના કાચ તોડી તસ્કરો કારના પાછળના ભાગે મૂકવામાં આવેલ બેગની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા બેગ આગળ બાંધકામ સાઈડ પાસેથી મળી આવી હતી. ચોરી અંગે પોલીસે ભાવેશભાઈ જગદીશભાઈ પટેલની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.

Tags :