Get The App

જામનગરમાં મહિલા કોલેજ રોડ પરથી બાઈકની ચોરી કરનાર તસ્કર એલ.સી.બી ના હાથે ઝડપાયો

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં મહિલા કોલેજ રોડ પરથી બાઈકની ચોરી કરનાર તસ્કર એલ.સી.બી ના હાથે ઝડપાયો 1 - image

જામનગરના મહિલા કોલેજ રોડ પરથી બાઈક ચોરી થવા પામી હતી. જેમાં  એલસીબી પોલીસે એક શખ્સને ચોરાઉ બાઈક સાથે પકડી લીધો છે.

જામનગરના રામેશ્વરનગર વિસ્તારની પાછળ આવેલી કે.પી. શાહની વાડી નજીકના જલારામ પાર્કમાં રહેતા  ભરતભાઈ બાબુભાઈ રાઠોડ એ ગઈ તા.29ની સવારે   મહિલા કોલેજ નજીક  જીજે-10-બીએલ 1537 નંબરનું પોતાનું મોટરસાયકલ પાર્ક કર્યું હતું.

ત્યાંથી  રૂ.20 હજારની કિંમતના  આ વાહન ની ચોરી થવા પામી  હતી. આ બનાવ ની તપાસમાં એલસીબી સ્ટાફ દ્વારા પૂર્વ  બાતમી ના આધારે ગોકુલનગર નજીકની પ્રજાપતિ સોસાયટીમાં રહેતા રવિ કાનજીભાઈ ગોહિલ નામના શખ્સની ચોરાઉ બાઈક સાથે અટકાયત કરવામાં આવી છે.અને આરોપીનો કબજો સિટી બી. ડિવિઝન પોલીસ મથક ને સોંપી અપાયો છે.