પુણામાં કપડાની દુકાનમાં ભીષણ આગઃ દુર દુર સુધી ધુમાડા દેખાયા
એ.સી.માં શોર્ટસર્કિટથઈ આગ લ ાગતા દુકાનમાં કામકરનાર તથા આસપાસની દુકાનવાળા પણ બહાર નીકળી ગયા
સુરત, તા.18.ઓકટોબર,2019,શુક્રવાર
પુણા-આઇમાતા રોડ પર માર્કેટમાં કપડાની દુકાનમાં એ.સીમાં ઇલેટ્રીક શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી.જોત જોતામાં આગ વિકરાળ બનતા ભાગદોડ મચી ગઇ હતી.
ફાયરબ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ આઇ માતા રોડ પર રઘુકુળ બિઝનેસ એમ્પાયરમાં ચોથા માળે એક દુકાનમાં ઓફિસ સાથે યાર્નનું ગોડાઉન તથા કપડાઓનું વેચણ કરવામાં આવે છે. આ દુકાનમાં આજે સાંજ ે સાડા ચાર વાગ્યે એ.સીમાં ઇલેકટ્રીક શોર્ટ સર્કિટ થતા આગ ભભુકી હતી.જેથી દુકાનમાં કામ કરતા લોકો અને માલિક તથા આજુબાજુની દુકાનવાળા તરત બહાર નીકળી ગયા હતા. જોત જોતામાં આગે વિકરાળ રૃપ ધારણ કરતા ધુમાડાના ગોટા દુર દુર સુધી દેખાતા હતા. જેના લીધે આજુ બાજુની દુકાન વાળાઓ દુકાન બંધ કરીને જતા રહ્યા હતા. આ અંગે ફાયર ઓફિસર કિર્તી મોડ, રણજીતભાઇ ખડીયા સહિતનાં અધિકારી અને ૨૫ જેટલા ફાયરજવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.આ સાથે માનદરવાજા, ડુંભાલ, ઘાંચીશેરી, કાપોદ્રા ફાયર સ્ટેશનની ૧૫ થી ૨૦ જેટલી ગાડીઓં પણ પહોચી ગઇ હતી. ધુમાડાના કારણે ફાયરજવાનોને આગ બુઝાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી.ફાયરજવાનો ઓકસીજન શેર્ટ પહેરીને અંદર ગયા હતા. અને સાડા ત્રણ કલાકે આગ કાબુમાં લીધી હતી. આગના લીધે એ.સી, યાર્નનો જથ્થો, કપડાઓ ફર્નીચર, વાયરીંગ સહિતની ચીજવસ્તુઓને નુકશાન થયુ હોવાનું ફાયર સુત્રોએ જણાવ્યુ હતુ.
બારી પાસે જ ઠાંસી ઠાંસીને કપડાનો જથ્થો ભર્યો હોવાથી બારી ન ખૂલી
કપડાની દુકાનનાં માળીયામાં કપડાનો જથ્થો ઠાંસી ઠાંસીને ભરેલો હતો.એટલુ જ નહી બારી પાસે પણ કપડાનો જથ્થો મુકી દીધો હતો.જેથી વેન્ટીલેશન માટે બારી પણ ખુલી શકે તેમ ન હતી. ધુમાડો બહાર કાઢવા માટે કાપડનો જથ્થો હોવાથા બારી ખુલી શકી નહી.તેના કારણે આગ તો ફેલાઇ અને ધુમાડો બહાર જલ્દી નીકળી શક્યો નહી. સુરતની ઘણી માર્કેટમાં કેટલીક દુકાનમાં આ પ્રમાણે કાપડનો જથ્થો ભરવામાં આવે છે.આવા સંજોગામાં કોઇ વખત દુકાનમાં રહેતા વ્યકિતઓ આગમાં ફસાઇ શકે કે ધુમાડાના ગુંગામળ થવાની શકયતા રહે છે.