Get The App

સુરત મનપા કર્મચારી માટે 1.20 કરોડના ખર્ચે સ્વેટર તો ખરીદશે પણ કર્મીઓને ઉનાળામાં મળશે

Updated: Jan 7th, 2025

GS TEAM

Google News
Google News
સુરત મનપા કર્મચારી માટે 1.20 કરોડના ખર્ચે સ્વેટર તો ખરીદશે પણ કર્મીઓને ઉનાળામાં મળશે 1 - image


Surat Corporation : સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓને શિયાળાની ઠંડીથી રક્ષણ આપવા માટે સ્વેટર આપે છે, પરંતુ પાલિકાના અણઘડ વહીવટના કારણે આ વખતે શિયાળાના બદલે કર્મચારીઓને ઉનાળામાં સ્વેટર મળે તેવા સંજોગો ઉભા થયાં છે. સુરત પાલિકા 1.20 કરોડના ખર્ચે સ્વેટર ખરીદવા માટે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જોકે, ટેન્ડરની શરતો 60 દિવસમાં સ્વેટર સપ્લાય કરવાની શરત હોવાથી આ સ્વેટર શિયાળાના બદલે કર્મચારીઓને ઉનાળામાં મળશે તે નક્કી છે. 

સુરત પાલિકાના વર્ગ ચારમાં ફરજ બજાવતાં પુરૂષ પટાવાળા, વોર્ડ બોય, બેલદાર, સ્વીપર સહિત વાયરમેન અને ફાયર વિભાગના પુરૂષ-મહિલા કર્મચારીઓ માટે વહીવટી તંત્ર દ્વારા ગત નવેમ્બર મહિનામાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જો કે, ત્રણ-ત્રણ પ્રયાસના અંતે પણ એકમાત્ર ટેન્ડર ક્વોલિફાઈડ થતાં વહીવટી તંત્રે 1.20 કરોડ રૂપિયાના ખર્ચે ચોથા અને ત્રીજા વર્ગના કર્મચારીઓ માટે વુલન જર્શી ખરીદવા માટેની કવાયત શરૂ કરી છે. 

ત્રીજા પ્રયાસમાં 1.20 કરોડના ખર્ચે સ્વેટર ખરીદવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ ટેન્ડરની શરત આવી છે કે, વુલન જર્સીની ખરીદી માટે દરખાસ્ત મંજુર થયાના 60 દિવસમાં પાલિકાને ઇજારદારે સ્વેટર સપ્યાલ કરવાની રહે છે. એટલે શિયાળાની ઠંડી જતી રહેશે અને ઉનાળો શરૂ થશે ત્યારે સ્વેટરની સપ્લાય કરાશે જેથી ઉનાળામાં સ્વેટર પાલિકાના કર્મચારીઓને મળે તેવી શક્યતા છે.

Tags :