Gujarat

નવું સુરત બનાવવા પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે દોઢ વર્ષમાં સાત ટીપી સ્કીમ તૈયાર કરી, પાંચને સરકારની મંજૂરી

By GS TEAM
17 Jun 20252 mins read
TukuTouch Logo
સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા સાથે આરોગ્ય અને શિક્ષણ માટેના પ્રોજેક્ટ આવશ્યક, આ દિશામાં પાલિકા કરી રહી છે કામગીરી

Summarized by AI; it may make mistakes. Check important info

નવું સુરત બનાવવા પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે દોઢ વર્ષમાં સાત ટીપી સ્કીમ તૈયાર કરી, પાંચને સરકારની મંજૂરી

Surat : સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારમાં વિવિધ પ્રાથમિક સુવિધા માટે સુદઢ ટીપી સ્કીમનું અમલીકરણ આવશ્યક છે. જેના કારણે સુરત પાલિકાના ટાઉન પ્લાનીંગની વિભાગે છેલ્લા દોઢ વર્ષમાં એક બે નહી પરંતુ સાત ટીપી સ્કીમ બનાવી દીધી છે અને તેમાંથી પાંચ ટીપી સ્કીમને સરકારની મંજુરી પણ મળી ગઈ છે. આ ઉપરાંત નવા વિસ્તાર માટે વધુ ચાર ટીપી સ્કીમનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. 

સુરત શહેરી વિકાસ સત્તા મંડળ (સુડા) દ્વારા 2035 માટે જાહેર કરાયેલા વિકાસ નકશા (ડેવલપમેન્ટ પ્લાન)માં રહેણાંક ઝોન જાહેર કરવામાં આવ્યો હતો તેને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા નવા વિસ્તારમાં સતત પ્રાથમિક સુવિધા માટે આયોજન થઈ રહ્યું છે. પાલિકાના નવા વિસ્તારોમાં માળખાગત સુવિધાઓનું નેટવર્ક ઊભું કરવા તથા સમતોલ-સુગ્રથિત વિકાસને ધ્યાને રાખી છેલ્લા એક-દોઢ વર્ષમાં 7 નવી ડ્રાફટ ટીપી સ્કીમો પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત બે દિવસ પહેલાં જ સૂચિત ટીપી સ્કીમ નં. 94 (મોટા વરાછા)ના નકશાની જાહેરાત સાથે પબ્લિક બેઠક પણ યોજવામાં આવી હતી. સાથે સાથે નવી ત્રણ ટીપી સ્કીમ જેમાં ટીપી સ્કીમો નં. 95 (ગભેણી), ટીપી સ્કીમ નં.96 (વરીયાવ) અને ટીપી સ્કીમ નં.97 (કુંભારીયા) અંગેનો ઇરાદો જાહેર કરવામાં આવ્યો છે. 

સુરત પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગની વાત કરવામા આવે તો છેલ્લા દોઢ વર્ષના ટુંકા ગાળામાં નવા વિસ્તાર તથા જાહેર કરવામાં આવેલા રહેણાંક વિસ્તારમાં જે તબદીલ થયો છે જેમાં સુરતના જે પોકેટનો સમાવેશ કરાયો છે તેમાં એક બે નહીં સાત સાત ટીપી સ્કીમના ડ્રાફ્ટ ગુજરાત સરકારમાં રજૂ કરી દેવામાં આવ્યા છે.  જે પૈકી સરકાર દ્વારા પાંચ ડ્રાફટ ટીપી સ્કીમને બહાલી આપી દેવામાં આવી છે અને જે-તે ટીપી સ્કીમોમાં ટીપીઓની નિમણૂક પણ થઇ ચૂકી છે. જયારે સૂચિત ટીપી સ્કીમ નં.87 (ગભેણી) અને સૂચિત ટીપી સ્કીમ નં.92 (સીમાડા-કોસમાડા)ના ડ્રાફટને હજી સરકારની મંજૂરી મળી નથી.

 પાલિકાના નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના નેટવર્ક ઊભા કરવા મનપા માટે જરૂરી જગ્યા મેળવવાની કામગીરી ડ્રાફ્ટ સ્કીમને કારણે ઝડપથી બની છે. નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના નેટવર્ક, રોડ-રસ્તા, અન્ય આનુસાંગિક સુવિધાના પ્રોજેકટો ઊભા કરવા માટે મનપા તંત્રને આ ટીપી સ્કીમને કારણે ખૂબ મોટી રાહત થઇ છે. 

પાલિકાએ સરકારમાં જે સાત ડ્રાપ્ટ ટીપી સ્કીમ રજુ કરી છે. તેમાં વિવિધ વિસ્તારની કનેક્ટીવીટી માટે 15.44 લાખ ચો.મી. જગ્યા તથા વિવિધ પ્રાથમિક સુવિધા, ઇન્ફ્રાસ્ટ્રકચરના પ્રોજેકટો, બાગ-બગીચા, આરોગ્યલક્ષી પ્રોજેકટો વગેરે માટે પાલિકાને અંદાજે 18.56 લાખ લાખ ચોરસ મીટરના 64 સેલેબલ પ્લોટ, 3.95 લાખ ચોરસ મીટરના 46 એસઇડબલ્યુએસ હેતુના પ્લોટ અને 11.01 લાખ ચોરસ મીટરના કુલ 198 સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ગાર્ડન માટેનો અનામત પ્લોટ પ્રાપ્ત થશે. આ ટીપી સ્કીમના અમલથી મળતા તમામ રસ્તાના કારણે ભવિષ્યમાં લાગુ વિસ્તારમાં કનેક્ટિવિટી વધતાં ટ્રાફિકની સમસ્યાને પણ નિરાકરણ આવશે.