Gujarat

સુરતમાં વેરા સહિતની ઓનલાઈન અરજીમાં ગોટાળા રોકવા હવે આધાર આધારિત ઈ-સાઇન પાલિકા લોન્ચ કરશે

By GS TEAM
9 Dec 20252 mins read
TukuTouch Logo
આધાર ઓટીપીની પ્રક્રિયા વેરીફીકેશન બાદ જ અરજદારની ઓળખ વેરિફાઈ કરીને અન્યના નામે થતી અરજીને અટકાવી શકાશે : આગામી દિવસોમાં દરખાસ્ત મંજુર થતા કામગીરી શરૂ કરાશે

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં વેરા સહિતની ઓનલાઈન અરજીમાં ગોટાળા રોકવા હવે આધાર આધારિત ઈ-સાઇન પાલિકા લોન્ચ કરશે

Surat Corporation : સુરત મહાનગર પાલિકા ડીજીટલ સેવામાં ગુજરાતમાં અગ્રેસર છે ત્યારે પાલિકાની આ સેવાને વધુ કડક સરક્ષા મળે અને ફેક અરજી બંધ થાય તે માટે નવો પ્રોજેક્ટ લોન્ચ કરવા પાલિકા જઈ રહી છે. સુરત પાલિકાની વેરા સહિતની મહત્વની કેટલીક ઓન લાઈન અરજીમાં અત્યાર સુધી અરજદારનું વેરીફીકેશન શક્ય ન હતું પરંતુ પાલિકા આગામી દિવોસમાં આધાર આધારિત ઈ-સાઇન પાલિકા લોન્ચ કરવા જઈ રહી છે. જેમાં આધાર ઓટીપીની પ્રક્રિયા વેરીફીકેશન બાદ જ અરજદારની ઓળખ વેરિફાઈ કરીને અન્યના નામે થતી અરજીને અટકાવી શકાશે આ પ્રોજે્કટ બાદ અન્યના નામે થતી અરજી પર નિયંત્રણ લાવી શકાશે

 સુરતમાં અનેક સુવિધાઓ ઓનલાઈન થઈ ગઈ છે અને તેમાં પણ વેરો ભરવા સાથે અન્ય સુવિધા ઓનલાઈન છે તેનો સુરતીઓ ભરપુર ઉપયોગ કરી રહ્યાં છે. પાલિકાની આ સેવાનો વધુ લોકો ઉફયોગ કરે છે પરંતુ ઓન લાઈન વિવિધ અરજીમાં અરજદારની ઓળખ થતી ન હોવાથી અન્યના નામે અરજી થતી હોવાની ફરિયાદ પણ આવે છે. ઓનલાઈન સેવાઓમાં અન્યના નામે અરજી કરવાના કેસો, ફેક ડોક્યુમેન્ટ અપલોડ, તેમજ ઓનલાઈન ઓળખ દુરૂપયોગની ફરિયાદ બાદ પાલિકાએ વધુ પારદર્શકતા લાવવા માટે આધાર આધારિત ઈ-સાઇન પ્રોજેક્ટ લાગુ કરવા જઈ રહી છે. આ માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામા આવી છે.

 આ અંગે વધુ માહિતી આપતાં મ્યુનિ. કમિશ્નર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરત મહાનગર પાલિકા પોતાની ડિજિટલ સેવાઓને વધુ મજબૂત, પારદર્શક અને દુરુપયોગથી બચાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. આ સિસ્ટમ મુજબ, નાગરિક જ્યારે કોઈ ઓનલાઇન અરજી કરશે ત્યારે તેને ફરજિયાત રીતે આધાર નંબર દાખલ કરીને ઓટીપી વેરિફિકેશન પૂર્ણ કરવું પડશે. અરજદારના મોબાઈલ પર આવનાર ઓટીપી સાચો દાખલ કર્યા પછી જ ઓળખ સત્તાવાર રીતે વેરીફાઈ થશે ત્યાર બાદ જ અરજી સબમિટ થઈ શકશે. ઈ-સાઇન સિસ્ટમ લાગુ થવાથી ઓનલાઇન સેવાઓમાં પારદર્શિતા વધશે, નાગરિકોની ઓળખ સુરક્ષિત રહેશે. અને ખોટી અરજી થાય છે તેવી ફરિયાદનો પણ અંત આવશે.આ સેવામાં ઈ સાઈનનો ઉપયોગ થઈ શકશે

પ્રોપર્ટી ટેક્સ : નામ ફેરફાર, ભોગવટાદાર ઉમેરવા-દૂર કરવા, કોરસપોન્ડન્ટ એડ્રેસ ચેન્જ, નવી અસેસમેન્ટ અને રિવિઝન અરજીઓ પ્રોફેશનલ ટેક્સ અને Shops & Establishment: નવી રજિસ્ટ્રેશન સેવાઓ

ભરતી વિભાગ: ઑનલાઇન નોકરીની અરજી, લાયકાતનાં દસ્તાવેજો અને એફિડેવિટ અપલોડ Society Civic Facility: પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, રોડ સંબંધિત ઓનલાઇન અરજી અને કોમ્પ્લાયન્સ દસ્તાવેજો