Get The App

ટ્રકમાં સીમેન્ટના બ્લોકમાં છુપાવેલો ૨૯ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો

દારૂનો જથ્થો દમણથી પોરબંદર લઇ જવાતો હતો

દારૂની હેરફેર કરવા માટે બુટલેગરના કહેવાથી ડ્રાઇવરે નવ લાખમાં ટ્રકની ખરીદી કરી હતીઃકોઠ પોલીસે ગુનો નોંધ્યો

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
ટ્રકમાં સીમેન્ટના બ્લોકમાં છુપાવેલો  ૨૯ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો 1 - image

અમદાવાદ,શુક્રવાર

અમદાવાદ જિલ્લાના વટામણ-બગોદરા હાઇવે પર સ્ટેટ મોનીટરીંગ સેલ એક ટ્રકમાંથી રૂપિયા ૨૯ લાખની કિંમતની  ૭૫૦૦ જેટલી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. ઝડપાયેલા ટ્ક ડ્રાઇવરની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે પોરબંદર અને દ્વારકામાં  રહેતા બે બુટલેગરોએ દમણથી દારૂનો જથ્થો ટ્રકમાં લોડ કરાવ્યો હતો. આ અંગે કોઠ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

 સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે  દેવભૂમિ દ્વારકામાંના ભાણવડના રાણપરમાં રહેતા નાગા રાજા કોડીયાતર નામના બુટલેગરે દમણથી દારૂનો જથ્થો ટ્રકમાં લોડ કરાવ્યો છે અને ટ્રક વટામણથી બગોદરા હાઇવે પર આવવાનો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને  એક ટ્રકને રોકીને તપાસ કરતા સિમેન્ટના બ્લોક નીચે છુપાવેલી રૂપિયા ૨૯ લાખની કિંમતની ૭૫૦૦ જેટલી બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

આ અંગે  ટ્રક ડ્રાઇવર ડાહ્યા રબારી નામના ટ્રક ડ્રાઇવરની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે નાગા કોડીયાતર અને  દાસા કોડીયાતરે દમણથી દારૂ  મંગાવ્યો હતો. દાસા કોડીયાતર અગાઉ ડાહ્યા રબારી પાસે ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરાવતો  હતો. તેણે થોડા મહિના પહેલા ડાહ્યા રબારીને જણાવ્યું હતુ કે તે દારૂનો વ્યવસાય કરે છે. જો તે ટ્રક ખરીદીને દારૂની હેરફેર કરે તો એક ટ્રીપના એક લાખ સુધી આપશે. જેથી તેણે નવ લાખ રૂપિયામાં ટ્રકની ખરીદી કરી હતી અને તે દમણથી દારૂ લઇને દેવભૂમિ દ્વારકા  લઇ જતો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.


Tags :