વડોદરા દશરથ વિસ્તારમાં દારૂ ભરેલું કન્ટેનર પકડાયું, ખાલી કરતી વખતે SMCની રેડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara SMC Raid : વડોદરાના દશરથ વિસ્તારમાં સ્ટેટ મોનિટરી સેલે કરોડો પાડી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. પોલીસે ચાર જણાની પૂછપરછ હાથ ધરી છે.
દશરથ આઈ.ટી.આઈ પાછળ દારૂના ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની વિગતો મળતા સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડયો હતો. આ વખતે એક કન્ટેનરમાંથી દારૂના બોક્સ ઉતારવામાં આવી રહ્યા હતા.
પોલીસે બનાવના સ્થળેથી ચાર જણાને ઝડપી પાડી અંદાજે રૂ.75 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. આ દારૂ કોણ લાવ્યું હતું, ક્યાંથી લાવ્યું હતું અને કેટલા સમયથી લાવવામાં આવી રહ્યો હતો તેની વિગતો પોલીસ તપાસી રહી છે.
છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બનાવ બન્યો હોવાથી એસએમસી દ્વારા મુદ્દામાલ અને આરોપીઓને પોલીસ સ્ટેશનને લઈ જવાની તજવીજ કરવામાં આવી હતી.








