Gujarat

વડોદરામાં જવાહરનગર પોલીસની હદમાં ખુલ્લેઆમ ચાલતા બાર ઉપર SMCનો દરોડો, સૂત્રધાર સહિત 13 પકડાયા

By GS TEAM
20 Mar 20262 mins read
TukuTouch Logo
દુકાનમાં દારૂ પીવા માટે ફેસીલીટી, 10 લાખનો દારૂ, 3 કાર, 8 ટુ વ્હીલર, ટેમ્પો, 16 મોબાઈલ સહિત 29 લાખની મતા કબજે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં જવાહરનગર પોલીસની હદમાં ખુલ્લેઆમ ચાલતા બાર ઉપર SMCનો દરોડો, સૂત્રધાર સહિત 13 પકડાયા

Vadodara Police : વડોદરાના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી એક દુકાનમાં ચાલતા બારનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે દારૂ વાહનો મળી 29 લાખની મતા કબજે કરી સૂત્રધાર કિરણ પરમારને ઝડપી પાડ્યો હતો જ્યારે ભાવેશને વોન્ટેડ જાહેર કર્યો છે. 

ગંગાનગરના પ્રમોટ કોમ્પ્લેક્સમાં બાર ચાલતો હોવાની ચર્ચા હતી 

વડોદરાના ગોરવા વિસ્તારમાં ગંગાનગર ખાતે આવેલા પ્રમોટ કોમ્પ્લેક્સની એક દુકાનમાં દારૂનો મોટું જથ્થો રાખવામાં આવતો હોવાની અને આ જગ્યાએ દારૂના કટીંગની સાથે ટેબલ ખુરશી અને ચાખણા સાથે દારૂ પીવાની પણ ફેસિલિટી આપવામાં આવતી હોવાની વિગતોએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી. 

જવાહર નગર પોલીસને ગંધના આવે તેની તકેદારી લઈ SMC એક્શનમાં આવી 

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એસએમસી દ્વારા એક પછી એક દરોડા પાડવામાં આવી રહ્યા હોવાથી શહેર પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. ગંગાનગરની દુકાનમાં ચાલતા બાર વિશે એસએમસી દ્વારા કેટલાક દિવસોથી નજર રાખવામાં આવી રહી હતી અને આખરે જવા નગર પોલીસને જાણ ન થાય તે રીતે દરોડો પાડવામાં આવ્યો હતો. 

સૂત્રધાર કિરણ, મહેશ તેમજ દારૂ લેવા આવેલા બીજા 11 પકડાયા, ભાવેશ ફરાર 

એસએમસીની ટીમે દરોડો પાડયો ત્યારે સ્થળ પરથી કિરણ પરમાર, મહેશ ઠક્કર તેમજ દારૂ લેવા માટે વાહનો લઈ આવેલા બીજા 11 ખેપીયા ઝડપાઈ ગયા હતા. પોલીસની તપાસમાં દુકાનનો માલિક કિરણ પરમાર હોવાનું તેમજ તે અને ભાવેશ પટેલ દારૂનો ધંધો ચલાવતા હોવાની વિગતો મળી હતી. 

કારના કાચ તોડી દારૂનો જથ્થો કબજે કર્યો, નાસ્તાના પેકેટ્સ, મોબાઈલ સહિતની ચીજો મળી 

એસએમસીએ દુકાનમાંથી દારૂનો કેટલો જથ્થો કબજે કર્યો હતો તેમ જ નાસ્તાના પેકેટસ, ગ્લાસ, દારૂ લેવા આવેલા ખેપીયાના ટુ-વ્હીલર્સ, 16 મોબાઈલ અને રોકડા રૂ.2.60 લાખ કરજે કર્યા હતા. બહાર પડેલી ત્રણ કાર વિશે પૂછપરછ કરતા આકારની ચાવી ભાવેશ પટેલ પાસે હોવાનું કિરણે કબૂલ્યું હતું. જેથી ત્રણેય કારના કાચ તોડી અંદરથી દારૂ નો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે કુલ રૂ.10 લાખનો દારૂ તેમજ અન્ય ચીજો મળી 29 લાખની મતા કબજે કરી હતી.