વડોદરામાં SMCનો દરોડો : હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો : 4 ફરાર
Vadodara SMC Raid : એસએમસીએ ગઈકાલે રાત્રે કપૂરાઈ પોલીસ મથકની હદમાંથી રૂ.44.93 લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડી ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર ટીમને વડોદરા નેશનલ હાઇવે નં.48 ઉપર કપુરાઈ ચાર રસ્તા નજીક આવેલ વિસ્ટેરીયા હાઇટ્સ નામની સોસાયટી પાસે વિદેશી દારૂનો જથ્થો ભરેલો બંધ બોડીનો પિકઅપ ટેમ્પો પાર્ક હોવાની માહિતી મળી હતી. જેના આધારે દરોડો પાડી બાતમી મુજબના ટેમ્પોમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ.44,93,312ની કિંમત ધરાવતી દારૂની નાની મોટી 8231 નંગ બોટલ અને ટેમ્પો સહિત કુલ રૂ.51,93,312ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ગાડી માલિક તથા ચાલક, દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ સહિતની કલમો હેઠળ કપુરાઈ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કર્યો હતો.