સુરતમાં મીઠાઈની 11 દુકાનો પરથી ફુડ વિભાગે મીઠાઈના સેમ્પલ લઈ ચકાસણી માટે લેબમાં મોકલ્યા
SMC Food Safety : શ્રાવણ માસના તહેવારમાં મીઠાઈ માટે માવાના સેમ્પલ લેવાની કામગીરી બાદ આજે મ્યુનિ.ના ફૂડ વિભાગે મીઠાઈની દુકાનોમાંથી મીઠાઈના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબમાં મોકલી આપ્યા હતા.
શ્રાવણ માસની શરૂઆત સાથે તહેવારની સિઝન પણ શરૂ થઈ ગઈ છે અને હવે આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર હોવાથી મીઠાઈનું વેચાણ થશે. લોકો સારી મીઠાઈ ખાય તે માટે આજે સવારથી જ પાલિકાએ શહેરની વિવિધ મીઠાઈની દુકાનો પરથી સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે. બપોર સુધીમાં 11 જેટલા સેમ્પલો ભેગા કર્યા છે અને આ કામગીરી મોડી સાંજ સુધી ચાલુ રહેશે.
હવે રક્ષાબંધનનો તહેવાર નજીક હોય મીઠાઈની દુકાનોમાં મીઠાઈ બનાવવાની કામગીરી શરૂ થઈ છે. આજે પાલિકાના ફૂડ વિભાગે સુરતમાં અથવા રાંદેર અને સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનોમાંથી મીઠાઈના 11 સેમ્પલ લઈને ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. માવા અને મીઠાઈના સેમ્પલના પરિણામ આવ્યા બાદ જો કોઈ સેમ્પલ ફેઈલ જશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.