ગ્રીન બોન્ડના IPO સાથે શેરબજારમાં સુરત પાલિકાની એન્ટ્રી : 6 ઓક્ટોબરે પબ્લિક ઈસ્યુ ખુલ્લો મૂકાશે
Surat Corporation : દેશમાં સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ ધરાવનારી સુરત મહાનગરપાલિકા હવે ગ્રીન બોન્ડના આઈપીઓ સાથે શેર બજારમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. સુરત પાલિકાનો ગ્રીન બોન્ડનો પબ્લિક ઇશ્યુ આગામી 6 તારીખથી ખુલ્લુ મુકાશે અને 9 તારીખે બંધ થશે. લંડનની એજન્સી ક્લાઈમેન્ટ બોન્ડ ઇનિશિએટિવ ઇન્સ્ટિટ્યૂટે પણ પાલિકાના ગ્રીન બોન્ડ આઇપીઓને વિન્ડ, સોલાર, રિયુઝ એન્ડ રિસાઇકલ પ્રોજેક્ટ માટે ગ્રીન સર્ટિફિકેટથી સર્ટિફાઈડ કર્યા છે.
સુરત પાલિકા લોકપયોગી કામ સાથે પર્યાવરણને લગતા પ્રોજેક્ટને પણ પ્રાધાન્ય આપી રહી છે. આવા પ્રોજેક્ટના આધારે હવે 200 કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડવા જઈ રહી છે. ગુજરાતમાં પહેલી વખત 200 કરોડના ગ્રીન બોન્ડ પબ્લિક ઈસ્યુ જાહેર થઈ રહ્યાં છે તેની જાહેરાત મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે કરી છે. આ પહેલા લંડનની એજન્સી ક્લાઈમેન્ટ બોન્ડ ઇનિશિએટિવ ઇન્સ્ટિટ્યૂટે પણ પાલિકાના ગ્રીન બોન્ડ આઇપીઓને વિન્ડ, સોલાર, રિયુઝ એન્ડ રિસાઇકલ સહિતના પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ માટે ગ્રીન સર્ટિફિકેટથી સર્ટિફાઈડ કર્યા હતા. આવા પ્રકારનું સર્ટીફીકેટ ધરાવનારી સુરત દેશની પહેલી મહાનગરપાલિકા પણ બની ગઈ છે.
સુરત પાલિકા પહેલી વખત ખાનગી ક્ષેત્ર કે બેંકની લોનના બદલે જાહેર બજારમાંથી ભંડોળ મેળવવા જઈ રહી છે આ માટે 6 ઓક્ટોબરે પબ્લિક ઈસ્યુ ખુલ્લો મૂકાશે જેમાં દેશભરના લોકો સીધા રોકાણ કરી શકશે. પાલિકાને આ બોન્ડમાં થી મેળવાયેલા ભંડોળનો ઉપયોગ માત્ર પર્યાવરણીય પ્રોજેક્ટ જેમ કે સૌર અને પવન ઊર્જા સંબંધિત પહેલો તથા ટ્રીટેડ વોટરનો રિયુઝ અને રિસાઇકલ જેવા પ્રોજેક્ટોમાં થશે.
ગ્રીન બોન્ડ બદલ પાલિકાને 20 કરોડ પ્રોત્સાહક રૂપે મળશે
સુરત પાલિકા આગામી દિવસોમાં 200 કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડવા જઈ રહી છે અને આવા પ્રકારના બોન્ડ બહાર પાડનારી દેશની પહેલી મહાનગરપાલિકા બની જશે. પાલિકા પર્યાવરણ ક્ષેત્ર માટે પાલિકાની આ પ્રકારની કામગીરીના કારણે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ તથા અર્બન એફર્સ દ્વારા અમૃત 2.0 યોજના અંતર્ગત સુરત પાલિકાને ગ્રીન બોન્ડ આઇપીઓ બદલ પ્રોત્સાહન તરીકે 20 કરોડ આપવામાં આવશે.
આ ઉપરાંત 200 કરોડ રૂપિયાના પબ્લિક ઇશ્યૂ અંતર્ગત(1) QIB-60 ટકા(2) કોર્પોરેટ અને એચએનઆઇ 25 ટકા(3) રીટેઇલ-15 ટકા કુલ ત્રણ કેટેગરી અંતર્ગત બોન્ડ બહાર પડાશે.
ગ્રીન બોન્ડની વિશેષતા આવી રહેશે
બોન્ડની કુલ રકમ 200 કરોડની રહેશે જેમાં 100 કરોડ બેઝિક અને 100 કરોડ ગ્રીન સેલ ઓપ્શન રહેશે ફેસ વેલ્યુ 1,000/- પ્રતિ બોન્ડ રહેશે.
સમયગાળો : 4 વર્ષ (STRPPA) અને 5 વર્ષ (STRPPB)
કૂપન રેટ : 8.00 ટકા વાર્ષિક (અર્ધવાર્ષિક ચુકવણી), અસરકારક દર 8.16 ટકા
ક્વોટા : QIB–60 ટકા, કોર્પોરેટ અને HNI–25 ટકા, રિટેલ–15
ન્યૂનતમ અરજી : 10,000/- (પછી. 1,000/-ના ગુણાંકમાં રહેશે.
સર્ટિફિકેશન : ક્લાઈમેટ બોન્ડ્સ ઇનિશિયે