વડોદરામાં આઠ ફૂટ ઊંડી પાકી વરસાદી ચેનલના સ્લેબ ત્રણ સ્થળે તૂટી જતાં ચોમાસામાં જોખમ ઊભું થયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દ્વારા વોર્ડ નંબર 13 વિસ્તારમાં નવજીવનથી રાજસ્થંભ સોસાયટી સુધી રોડની અગાઉ કામગીરી કરી ત્યારે પાકી વરસાદી ચેનલનો સ્લેબ ત્રણ જગ્યાએ તોડી નાખતા તે હવે જોખમી બની ગયો છે. વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને સ્લેબ તૂટી જવાના કારણે ભારે વરસાદ દરમિયાન કોઈ અંદર ખાબકી પડે તો તેનો જીવ જતો રહે. વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ નવાપુરા, એસઆરપી થઈ રાજ સ્તંભ સોસાયટી થી લાલબાગ તરફ જતી આ પાકી વરસાદી ચેનલ આઠ ફૂટ ઊંડી છે. જે કાયમ ભરેલી હોય છે. તેમાં ગટરના પાણી વહેતા હોય છે. ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ દરમિયાન આ ચેનલમાં ધમધોકાર પાણી વહેતું હોય છે. અગાઉ રોડની કામગીરી કોન્ટ્રાક્ટરએ કરી ત્યારે તેની મશીનરીને લીધે ત્રણ જગ્યાએ સ્લેબ તૂટી ગયા પછી તે રીપેર કર્યું નહીં, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. સોસાયટીના રહીશોએ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ્યાં સ્લેબ તૂટી ગયા છે, ત્યાં રીપેર કરવાની રજૂઆત કરી છે. કોઈ બાળક ભૂલે ચૂકે રમતા રમતા અંદર ખાબકે નહીં તેને ધ્યાનમાં રાખીને કામ ચલાવ ધોરણે ત્યાં પાટીયા રાખવામાં આવ્યા છે. જો અહીંથી કોઈ પડે તો સીધો લાલબાગ નીકળે તેવી પરિસ્થિતિ છે. કોર્પોરેશનને તાત્કાલિક આ કામ હાથ પર લેવા રજૂઆત કરવામાં આવી છે.








