VIDEO: સુરતમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 7 ઈંચથી વધુ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat surat rain Updates : ગુજરાતમાં હાલમાં ભારે વરસાદનો દોર શરુ થઈ ગયો છે ત્યારે સાબરકાંઠા બાદ આજે મેઘરાજાએ સુરતનો વારો પાડ્યો હોય તેમ જણાય છે. સુરત જિલ્લામાં આજે મેઘો મહેરબાન થતાં જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીના ફક્ત 6 કલાકમાં 7.24 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. સુરત શહેર ઉપરાંત સુરત જિલ્લામાં કામરેજ, માંડવી, માંગરોળ, પલસાણા, ચોરાસી, ઉમરપાડા, બારડોલી, ઓલપાડ તાલુકામાં વરસાદે જોરદાર બેટિંગ કરતાં 7 થી 1 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે.

જનજીવન અસ્ત વ્યસ્ત
સુરતથી મળતાં અહેવાલો અનુસાર અડાજણ પાટિયાના વીડિયોના દૃશ્યો જણાવી રહ્યા છે કે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. અનેક લોકોના વાહનો ઘૂંટણ સમા પાણીમાં ભરાઈ જવાથી ટ્રાફિક પોલીસના કર્મીઓ દ્વારા પણ લોકોને મદદ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

શાળાઓમાં રજા જાહેર
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં બપોરની પાળીમાં રજા જાહેર કરવામાં આવી છે. સવારની પાળીમાં વિદ્યાર્થીઓને સલામત ઘરે મૂકવા માટે સૂચના આપવામાં આવી છે

ગઈકાલ રાતથી વરસી રહ્યો છે મેહુલિયો
દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર ઇનિંગ યથાવત્ જોવા મળી રહી છે. ગઈકાલે રાત્રે પણ મૂશળધાર વરસાદ બાદ, આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસતાં શહેરભરમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે.
નીચાણવાળા વિસ્તારોમાં મિની પૂર જેવી સ્થિતિ
આ ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાના શરુ થતાં, જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. આજે વહેલી સવારથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે કલેક્ટરે સવારની પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોર પાળીના બાળકોને રજા આપવા માટે સૂચન કર્યું છે. સુરત શહેરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ હાલ સર્જાઈ છે. સવારે આઠથી દસ દરમિયાન માત્ર બે કલાકમાં પોણા છ ઇંચ વરસાદને લીધે શહેરમાં ચારેબાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન થંભી ગયું હતું.










