Gujarat
સમા-સાવલી રોડ પર નિર્જન સ્થળે કંકાલ મળી આવતાં દોડધામ મચી,વાંદરાનું હોવાનું ખૂલતાં રાહત થઇ
By GS TEAM
3 Jul 20251 min read

વડોદરાઃ સમા-સાવલી રોડ પર નિર્જન સ્થળેથી માનવ ખોપરી જેવું કંકાલ મળી આવતાં ચકચાર વ્યાપી હતી.
વિશ્વામિત્રી બ્રિજ પાસે આજે બપોરે એક ખોપરી નજરે પડતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ કાફલા સાથે આવી ગયા હતા.જેને પગલે લોકોના ટોળાં જામ્યાં હતા.બનાવને પગલે હત્યા કે પછી તાંત્રિક વિધિ માટે કંકાલનો ઉપયોગ કરાયો છે તેની ચર્ચાએ જોર પકડયું હતું.
સમા પોલીસે પશુપાલન વિભાગના ડોક્ટરની મદદ લેતાં ખોપરી મળી તેની થોડે દૂર વાંદરાની પૂંછડી,હાડકું અને વાળ મળી આવ્યા હતા.આ ઉપરાંત દાંતની પેટર્ન સહિતની બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું અને ત્યારબાદ આ કંકાલ વાંદરાનું હોવાનો અભિપ્રાય આપતાં પોલીસે રાહત અનુભવી હતી.









