જામનગરમાં છ મહિલાઓ નવરાત્રી દરમિયાન ગરબા રમવાને બદલે ગંજીપાના વડે જુગાર રમતા પકડાઈ
Jamnagar Gambling Raid : જામનગરમાં નવરાત્રીનો મહોત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે, પરંતુ ગુલાબ નગર નજીક શ્યામ ટાઉનશીપમાં રહેતી છ મહિલાઓ ગરબા રમવાના બદલે જુગાર રમવાની લતે ચડી ગઈ હતી, અને ગંજીપાનાનો જુગાર રમતાં પકડાઈ છે.
જામનગરના સિટી બી.ડિવિઝનના પોલીસ સ્ટાફે પૂર્વ બાતમીના આધારે ગુલાબ નગર નજીક આવેલી શ્યામ ટાઉનશીપ વિસ્તારના ગઈકાલે સાંજે નવરાત્રીના બંદોબસ્તના ભાગરૂપે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જ્યાં કેટલીક મહિલાઓ ગોળ કુંડાળું વળીને ગરબા રમવાના બદલે ગંજી પાના વડે જુગાર રમતા જોવા મળી હતી. આથી પોલીસે ગંજીપાનાનો જુગાર રમી રહેલી ડિમ્પલબેન કપિલભાઈ ગઢીયા, હર્ષિદાબેન ભીખુભાઈ મકવાણા, રેશમાબેન કાસમ ભાઈ સંધિ, પૂજાબેન હિતેશભાઈ ભુવા, દક્ષાબેન અરવિંદભાઈ મારુ અને અંકિતાબેન અમિતભાઈ કડીવારની અટકાયત કરીલઈ તેઓ પાસેથી રૂપિયા પાંચ હજારની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.